ભાજપના કાર્યકરો પગ ઘસતા રહી ગયા, ગઈકાલે આવેલા કોંગ્રેસી ટીકીટ લઇ આવ્યા

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ(Congress)માં એક બાદ એક મોટા ગાબડાઓ પડી રહ્યા છે અને મોટા ઝટકાઓ લાગી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. જેમાં છેલ્લા 48 કલાકમાં 3 ધારાસભ્યોના રાજીનામા પડી ગયા છે. ચૂંટણી સમયેજ ધારાસભ્યો રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે હવે ભાજપે ઉમેદવારોની યાદી તૈયાર કરી જ્યારે કોંગ્રેસના તો ચાલુ ધારાસભ્યો જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે હવે જોવા જઇએ તો કોંગ્રેસમાંથી આવેલા દિગ્ગજ નેતાઓને ભાજપમાંથી ટિકિટ મળી છે. ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

કોંગ્રેસમાંથી આવેલ આ નેતાઓને ભાજપમાંથી મળી ટીકીટ:
જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા ભાવેશ કટારાને ઝાલોદ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા ભગા બારડને તલાળા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા અશ્વિન કોટવાલને ખેડબ્રહ્મા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રિબડિયાને વિસાવદર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને જસદણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *