ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ના ઢોલ વાગી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections) આજે અથવા આવતી કાલે સાંજ સુધીમાં જાહેર થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન યોજાઈ શકે છે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થઇ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સૂત્રો પાસેથી મળતીમાહિતી અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે તબક્કામાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થઇ શકે છે.
એવું પણ મનાઈ રહ્યું છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ અથવા 1 ડિસેમ્બરે યોજાઈ શકે છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરના રોજ થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની પ્રબળ શક્યતા છે.
અહેવાલો આવી રહ્યા છે કે, ચૂંટણી પંચ 3જી નવેમ્બરે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે.
• મતદાનની જાહેરાત: 3જી નવેમ્બર
• તબક્કો 1 મતદાન : 29મી નવેમ્બર
• તબક્કો 2 મતદાન : 4મી ડિસેમ્બર
• પરિણામ : 8મી ડિસેમ્બર
• નવી સરકાર 11 કે 12 ડિસેમ્બરે શપથ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.