ઘરેબેઠા ગરબા રમો અને જીતો કિંમતી ઇનામો, રજીસ્ટ્રેશન કરાવવા જલ્દી આ નંબર પર કરો કોલ

ગુજરાતમાં કોરોનાને કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવાં પર પ્રતિબંધ લાગી જતા ખેલૈયાઓ નિરાશ થયાં છે. જો કે, એમનામાં ફરીથી ઉત્સાહનો સંચાર કરી દેવા તથા…

ગુજરાતમાં કોરોનાને કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવાં પર પ્રતિબંધ લાગી જતા ખેલૈયાઓ નિરાશ થયાં છે. જો કે, એમનામાં ફરીથી ઉત્સાહનો સંચાર કરી દેવા તથા 9 દિવસ કુલ વિવિધ 9 થીમ પર નવા જ પ્રકારના ડિજિટલ ગરબાનું આયોજન ગરબા રસિકોને રોજ વિવિધ પ્રાઈઝ જીતાડવા માટે TOP FM લઇને આવ્યા છે ‘ટેક તાળી 2020’!

આ નવરાત્રીમાં ગરબા રસિકો પોતાના ઘરે રહીને જ ગરબાની મહેફિલ માણવા જઈ રહ્યા છે. એવા સમયમાં નવરાત્રીનો સ્વાદ ફિક્કો ન પડે એની માટે TOP FMએ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું નામ છે ‘ટેક તાળી 2020’.

શું છે ‘ટેક તાળી 2020’ :
 ‘ટેક તાળી 2020’ એક ડિજિટલ ગરબા પ્રોગ્રામ રહેલો છે કે, જ્યાં ખેલૈયાઓ પોતાના ઘરઆંગણે, અગાશીમાં અથવા તો જ્યાં પણ અનુકુળતા હોય ત્યાં ગરબાના તાલે ઝૂમી શકે છે તથા આ ગરબાનો વીડિયો તેઓ TOP FMને સબમિટ કરાવી શકે છે.

ગરબાનાં ચાહકો માટે 9 દિવસ માટે વિવિધ કુલ 9 થીમ રાખવામાં આવ્યા છે. આ થીમ પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમવાનું છે. આની સાથે જ એનો વીડિયો TOP FMને સબમિટ કરવાનો છે. ખેલૈયાઓની પાસે ચાન્સ છે કે, એમને રોજ સરપ્રાઈઝ ઇનામો મળશે. જો તેઓ ઇનામો ન જીતી શકે તો એમને સૌને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ તો મળશે જ!

પાર્ટિસિપન્ટને શું મળશે?
ટ્રોફી, ઈ સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર્સ

ટોપ 3 પાર્ટિસિપન્ટની રોજ પસંદગી કરીને છેલ્લા દિવસની ફાઈનલ સ્પર્ધા પછી વિજેતાને મળશે કેશ પ્રાઈઝ

9 દિવસ માટે કુલ 9 વિવિધ થીમ :
પ્રથમ દિવસે ત્રણ તાળી ગરબા
બીજા દિવસે રાજસ્થાની ગરબા
ત્રીજા દિવસે રામલીલા ગરબા

ચોથા દિવસે હુડો ગરબા
પાંચમાં દિવસે બોમ્બે સ્ટાઇલ ગરબા
છઠા દિવસે દાંડિયા

સાતમા દિવસે રજવાડી ગરબા
નવમાં દિવસે ફ્રી સ્ટાઇલ ગરબા
26 ઓક્ટોબરે – દરરોજના ટોપ 3 વિજેતાની વચ્ચે ગ્રાન્ડ ફાઈનલ

પાર્ટિસિપન્ટ કેટેગરી :
સોલો, કપલ, ગ્રુપ (ઓછામાં ઓછા 10 લોકો અથવા તેથી વધારે), સોસાયટી.

ઇવેન્ટ કેવી રીતે અટેન્ડ કરશો
જે-તે કેટેગરીમાં ઈ-ટિકિટની ખરીદી કરીને રજીસ્ટર્ડ ઇમેઇલ IDની સાથે તમે જે-તે દિવસનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ડિજિટલ ગરબા પરફોર્મ કરવા માટે તમારે કુલ 2 મિનિટનો તમારો ગરબા કરતો વીડિયો અમારા ઈ-મેઈલ ID પર શેર કરવાનો રહેશે. રોજના વિજેતા TOP FMના વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર એનાઉન્સ કરવામાં આવશે. વિજેતાની માત્ર 24 કલાકમાં જાહેરાત કરવામાં આવશે. ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો, મોં પર માસ્ક પહેરી રાખવું તથા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત છે.

વધારે જાણકારી મેળવવાં માટે આ નંબર પર સંપર્ક કરો : 9714143338 તથા બુકીંગ કરાવવાં માટે TOP FMના સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા રહો.

https://allevents.in/online/top-tech-taali-2020/80008514082832ની મુલાકાત લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *