ચોમાસાના ચોથા રાઉન્ડ માટે રહો તૈયાર, હવે આ જિલ્લાઓનો ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલની વધુ એક આગાહી

Ambalal Patel Rain Forecast: આ વર્ષ જાણે એમ બેઠું છે કે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતું.જયારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો…

Ambalal Patel Rain Forecast: આ વર્ષ જાણે એમ બેઠું છે કે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતું.જયારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. જોકે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન શાસ્ત્રી(Ambalal Patel Rain Forecast) અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે પ્રમાણમાં જોવા મળશે. સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત છે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આજથી તારીખ 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે.

આજે આ જિલ્લામાં આગાહી
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ તેમજ સુરત, નવસારી, નર્મદા, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણમાં તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

2 અને 3 ઓગસ્ટે ક્યાં વરસાદ પડી શકે ?
તારીખ 2 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તારીખ 3 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *