Gujarat BJP MLA Heera Solanki Video Goes Viral: ગુજરાત (Gujarat) માં ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી (BJP MLA Hira Solanki)એ બુધવારે દરિયામાં ડૂબતા ત્રણ યુવાનોના જીવ બચાવ્યા હતા. ખરેખર આ લોકો રાજુલાના પટવા ખાતે બનેલ ખાડીમાં ન્હાવા ગયા હતા, ત્યારે એક મોટા મોજાને કારણે ત્રણેય ઊંડા પાણીમાં ઉતરી ગયા અને ડૂબવા લાગ્યા હતા. ગુજરાતના અમરેલીના રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી પણ બીચ પર હાજર હતા, આ લોકોને ડૂબતા જોઈને તેણે દરિયામાં કૂદી પડ્યો.
જો કે, એક યુવકને બચાવી શકાયો ન હતો, ઊંડાણમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર સોલંકીએ અગાઉ 2018માં પણ ડૂબતા યુવકને બચાવવા માટે દરિયામાં ઝંપલાવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ચારેય યુવકો રાજુલાના પટવા ગામમાં દરિયા કિનારે બનેલી ખાડીમાં ન્હાવા ગયા હતા. જોરદાર મોજાને કારણે તેઓ ઊંડા પાણીમાં ગયા અને ડૂબય ગયા હતા. તેણે મદદ માટે બૂમ પાડી, ત્યારે અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના સર્જાય ત્યારે ધારાસભ્ય સોલંકી પણ બીચ પર હાજર રહ્યા હતા.
યુવકને બચાવવા માટે ધારાસભ્ય સોલંકી તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય કેટલાક લોકોની મદદથી ત્રણેયને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જો કે ત્યાં સુધીમાં ચોથો યુવક ડૂબી ગયો હતો. લાંબી શોધખોળ બાદ સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
બચાવી લેવાયેલા યુવકોની ઓળખ કલ્પેશ શિયાળ, વિજય ગુજરિયા, નિકુલ ગુજરિયા તરીકે થઈ છે, જ્યારે તેમના એક મિત્ર જીવન ગુજરિયાનું મૃત્યુ થયું છે. જીવ જોખમમાં મુકીને યુવકને બચાવવા બદલ ધારાસભ્ય સોલંકીના સોશિયલ મીડિયા પર ખુબજ વખાણ થઈ રહ્યા છે.
હિરા સોલંકી ભાજપની ટિકિટ પર ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2007માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા, પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હીરા સોલંકીને કોંગ્રેસના અંબરીશ ડેરથી પરાજય મળ્યો હતો. 2022માં અંબરીશ ડેરને હરાવીને હીરા સોલંકીએ ફરી આ સીટ કબજે કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.