GUJARAT BOARD RESULT: બોર્ડના 65.58 ટકા વિદ્યાર્થી પાસ, હળવદ સૌથી હોંશિયાર, દાહોદ સૌથી પાછળ

GHSEB result, 12 science result:

માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GHSEB RESULT ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે.

મોરબી જિલ્લો ટોપ પર

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે. વિદ્યાર્થીઓને 3 દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ મળશે.

હળવદ કેન્દ્રનું 90.41% પરિણામ

વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41% આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 22% આવ્યું છે. રાજ્યમાં 27 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે.

ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ

રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. તો રાજ્યમાં 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. અગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ આવ્યું છે. A ગ્રુપના ઉમેદવારોનું 72.27% પરિણામ આવ્યું છે. જ્યારે B ગ્રુપના ઉમેદવારોનું 61.71% પરિણામ આવ્યું છે. AB ગ્રુપના ઉમેદવારોનું 58.62% પરિણામ આવ્યું છે.

61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

રાજ્યમાં પરીક્ષામાં કુલ 35 કોપીકેસ નોંધાયા છે. રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *