ગુજરાતમાં ધોરણ 12ના વિધાર્થીઓ માટે મોટા સમાચાર- સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા…

ગુજરાત શિક્ષણ બોર્ડ(Gujarat Board of Education)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા(10th and 12th exams) 28 માર્ચથી શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટ(Hall tickets)ની…

ગુજરાત શિક્ષણ બોર્ડ(Gujarat Board of Education)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા(10th and 12th exams) 28 માર્ચથી શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટ(Hall tickets)ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી છે . વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર અને લોકેશન ઓનલાઈન ચેક કરી શકશે.મહત્વની વાત એ છે કે શાળાએ હોલ ટિકિટનું વિતરણ શરૂ કરી દીધું છે. શાળાએ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ અને સિક્કા મારવાનું અને પ્રિન્ટિંગ શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે પરીક્ષાને લગતી સૂચનાઓ પણ આપવામાં આવશે.

જોવામાં આવે તો આગામી તારીખ 28 માર્ચથી સમગ્ર રાજ્યમાં શરૂ થનાર ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ ઉપરાંત તારીખ 28 માર્ચથી શરૂ થઇ રહેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપવાના છે. આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમ જણાવી મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સરકાર દ્વારા કરવામાં આવી બોર્ડની તૈયારીઓ:
ગુજરાત રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા કરવામાં આવશે અને સાથે પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે કડક દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક કાર્યવાહી કરીને આ પ્રકારની ઘટનાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તમામ 1625 પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુ્ક્ત રાખવા માટે પોલીસ દ્વારા અમલી “જીવન આસ્થા હેલ્પલાઇન”નો વ્યાપ વધારવામાં જેમ બને તેમ વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *