કાતિલ ઠંડીમાં ઉત્તર ગુજરાતના ખેડૂતનું મોત થતા કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે કરી દિવસે વીજળી આપવાની માંગ

Published on: 10:53 am, Sat, 28 January 23

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન અને પશુજીવન પર થઇ રહી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન થયું છે. સમગ્ર ગુજરાત માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ પક્ષ સહીત વાલીઓની રજુઆતને ધ્યાને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને પ્રાથમિક શાળામાં 1 કલાકનો સમય ફેરફાર કરવામાં આવ્યો. જે નિર્ણય આવકારદાયક છે. ત્યારે હવે સરકાર પાસે કોંગ્રેસ(Congress) દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

gujarat congress made a demand to the chief minister to provide electricity on the day trishulnews 1 - Trishul News Gujarati congress, gujarat, ખેડૂત, વીજળી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ સરકારને માંગ કરતા કહ્યું છે કે, ગઈકાલે મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત લવજીભાઈ વિરસંગભાઇ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરશો તેવી વિનંતી સહ.

ઉલ્લેખનીય છે કે, રાત્રી દરમિયાન ખેડૂતો કાતિલ ઠંડીના શિકાર ન બને તે માટે સરકાર પાસે કોંગ્રેસ દ્વારા દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી છે. જો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તો આ કાતિલ ઠંડીમાંથી થોડીઘણી રાહત મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.