ગુજરાત કોગ્રેસના ધારાસભ્ય દેશના કોઈ પણ ખૂણે સુરક્ષિત ન જણાતા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે

15 માર્ચની સવારથી ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી છે. આ દિવસે સવારે કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ રાજીનામા આપીં દીધા હતા. જેથી આજે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ. ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે. હાલ ગ્યાસુદિન શેખ, ઇમરાન ખેડાવાલા, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત અને ભરતજી ઠાકોર એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેમની સાથે રાજ્યસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો ગોહિલ અને ભરતસિંહ સોલંકી પણ જશે.

રાજ્યસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને રાજ્ય બહાર જયપુરમાં મોકલ્યા છે. પરંતુ ત્યાં પણ પોતાના ધારાસભ્યો સુરક્ષિત દેખાઈ રહ્યા નથી જેથી રાજ્યસભાની ચૂંટણીને હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં રહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હવે ત્યાંથી પણ ખસેડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

કોંગ્રેસના દરેક ધારાસભ્યો અને નેતાઓને જયપુરમાં શિવ વિલાસ રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે હાલમાં તેને લઈને  એક મોટા સમાચાર મળી રહ્યા છે. વાત એવી પણ મળી રહી છે કે, કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોને જયપુરથી ખસેડી છત્તીસગઢ લઈ જવામાં આવશે. તેની જવાબદારી ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલને સોંપાઈ છે. જેના કારણે એક–બે દિવસમાં તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાશે. એટલું જ નહીં, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર લઈ જવાની ચર્ચા છે. ક્યારે અને કેટલા ધારાસભ્યોને ક્યાં ખસેડવા તે અંગે ચર્ચા થઈ છે.

જોકે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી તમામ ધારાસભ્યોને રાજ્ય બહાર ખસેડાશે નહીં. કેટલાક અગ્રણી અને હોદ્દો ધરાવતા ધારાસભ્યોને રાજ્યમાં જ રાખવામાં આવશે. અને તેઓ ગૃહમાં પણ હાજરી આપશે. આ અંગે અહમદ પટેલ ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *