રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કર્યાના કેસમાં આવતીકાલે દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ત્યાર બાદ આખી રાત લોકઅપમાં વિતાવી હતી. દેવાયત ખવડને A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. તે ઉપરાંત પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરશે.સાથે સાથે દેવાયત સાથે બીજા 2 વ્યક્તિ કોણ હતા તેની પણ તપાસ હાથ ધરાશે. અને 10 દિવસ સુધી દેવાયત ખવડને કોને આશ્રય આપ્યો જે પણ શોધખોળ થશે.
વકીલે દેવાયત ખવડને લઇને કર્યો ચોંકાવનારો દાવો
રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કર્યાના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે તેઓનું કહેવું છે કે, CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી.
બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.
વકીલનો દાવો CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું
બચાવપક્ષના વકીલનું નામ ઉત્કર્ષ દવે છે. તેમના કરેલા દવા મુજબ ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે. પોલીસે 307 હેઠળ જે FIR કરી, તે સંપૂર્ણપણે ખોટી છે. આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે, CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે વ્યક્તિ ડંડા અથવા લોખંડના પાઇપ વડે મયુરસિંહ રાણા પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે, ફક્ત પગ પર સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા પણ થઇ નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.
હુમલામાં સામેલ અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર…
આપણે જાણીએ છીએ કે, દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામની વ્યક્તિને માર માર્યાનો આરોપ લાગ્યો છે. અને તેથી તે છેલ્લા કેટલાંક દિવસથી ફરાર હતો. ગઈકાલે તેઓ પોલીસના શરણે થઇ ગયો છે. હવે પોલીસ દેવાયત ખવડના રિમાન્ડની માંગ કરી રહ્યા છે. પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ મયુરસિંહ રાણા પર હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે. હુમલામાં સામેલ અન્ય શખ્સ હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.