કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ

ગુજરાત(Gujarat): રાજકોટ પૂર્વમાં કોગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)એ ચોંકાવનારુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં…

ગુજરાત(Gujarat): રાજકોટ પૂર્વમાં કોગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)એ ચોંકાવનારુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં આવેલ ભાષણના કારણે મોટા વિવાદ સર્જાય તેવી શક્યતા છે. શહેરના જંગલેશ્વર(Jangleshwar) વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વરા અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો છે કે, સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો સાથે આ સભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. ઉમેરતા કહ્યું હતું કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે અને કહ્યું હતું કે, અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે, હિંદુ સમાજ માટે આ આઘાતજનક વાત કહી શકાય. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું પણ છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે, માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *