ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ, AAPના ઉમેદવારને ઢોર માર મારવામાં આવ્યો- લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. ત્યારે હવે અમદાવાદ(Ahmedabad)માં બીજા તબક્કાના મતદાન પહેલા બબાલ થતા મામલો બીચકયો હતો. જેમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ભાજપ(BJP)ના કાર્યકરો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીનો ભાજપના કાર્યકરો પર આક્ષેપ:
મહત્વનું છે કે, ઠક્કરબાપાનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને ભાજપના લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ AAP દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલમાં તો ઈજાગ્રસ્ત સંજય મોરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આપના ભાજપ પર આક્ષેપ:
આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપનો પ્રચાર કરતા લોકોને રોકતા ઠક્કરનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી સંજય મોરી ઉપર હારના ડરથી ભાજપના ગુંડાઓનો જીવલેણ હુમલો. ગુજરાત હવે ભ્રષ્ટ ભાજપની ગુંડાગીરીથી ત્રસ્ત છે અને એમનો સફાયો કરવા તૈયાર છે. પરિવર્તન નિશ્ચિત છે.

5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *