Gujarat Election Result 2022 Live: EVMની મતગણતરી શરૂ – જાણો કઈ બેઠક પર કોણ છે આગળ અને પાછળ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા તમામ લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 % મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 % થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 % જેટલું ઓછું ગની શકાય. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી થશે.

Gujarat Election Result 2022 Live: ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ
9:13 AM જીતુ વાઘાણી આગળ, 9:10 AM કોંગ્રેસના મેવાણી આગળ, 9:07 AM કોંગ્રેસના મેવાણી પાછળ, 9: 03 AM ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ, 8: 53 AM બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ, 8:58 AM સુરતના ઓલપાડથી ભાજપના મુકેશ પટેલ આગળ, 8: 55 AM આપના ચૈતર વસાવા આગળ, 8: 55 AM ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, 8: 52 AM- ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ, 8: 49 AM- શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાછળ, 8: 48 AM- વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ, 8: 39 AM- વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ, 8: 37 AM- મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ, 8: 26 AM: EVMની મતગણતરી શરૂ થઈ, 8: 26 AM- ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ, 8: 23 AM- વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ, 8: 22 AM- ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ, 8: 18 AM- કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ, 8: 13 AM- પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર હાજર રહેશે. આ મતગણતરી હેઠળ રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં ગોઠવી દેવામાં આવ્યા છે.

182 વિધાનસભા બેઠકોનું આજે પરિણામ:
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભા બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

2017માં જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *