હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. લાખો લોકો સહિત કેટલાંક રાજકારણીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડા દિવસ પહેલાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આની સાથે જ રાજ્યના ભાજપના અધ્યક્ષ એવાં CR પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવવાને કારણે એમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર બાદ હાલમાં તેઓ સ્વસ્થ થઈ ગયાં છે. CR પાટીલ રાજ્યમાં અનેક જગ્યાએ જઈને રેલીઓ તેમજ લોક સમુદાયને એકત્ર કરીને કોરોનાને પોતે જ આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે
પૂર્વ મુખ્યમંત્રી તેમજ ગુજરાત ભાજપનાં ‘ભીષ્મ પિતામહ’ ગણાતા એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. હજુ સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઇ શકી નથી પણ બિનસત્તાવાર રીતે મળેલ જાણકારી મુજબ થોડા દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. એમનો ટેસ્ટ કરાવતાંની સાથે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વાતની પૃષ્ટિ કરવા માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત કુલ 21 નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં હાલમાં ભરતસિંહ સોલંકી, C.J.ચાવડા, રમેશ ધડુક તેમજ નિમાબહેન આચાર્ય સારવાર હેઠળ રહેલાં છે. આની સિવાયનાં નેતાઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en