પત્નીને ફોન કરીને કહ્યું: હું કોરોના પોઝીટીવ છું, ઘરે નહીં આવી શકું -પછી પતિ ગર્લફ્રેન્ડ સાથે મનાવી રહ્યો હતો રંગરેલીયા

હાલમાં જ એક આશ્ચર્યજનક ઘટના નવી મુંબઈની (Navi Mumbai) વાશીની (Vashi) માંથી સામે આવી છે. 24 જુલાઈની રાત્રે, એક 28 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીને ફોન…

હાલમાં જ એક આશ્ચર્યજનક ઘટના નવી મુંબઈની (Navi Mumbai) વાશીની (Vashi) માંથી સામે આવી છે. 24 જુલાઈની રાત્રે, એક 28 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું, ‘મારો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો છે, હવે હું જીવી નહિ શકું.’ પત્ની કંઈપણ સમજી શકે તે પહેલાં જ પતિનો ફોન બંધ થઈ ગયો હતો. ગભરાયેલી પત્નીએ તેના ભાઈને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જણાવ્યું અને ત્યાર પછી પતિની શોધખોળ કરવામાં આવી હતી.

વાશી વિસ્તાર નંબર 17 માં રસ્તા પર તેની મોટરસાયકલ, ચાવી, બેગ અને હેલ્મેટ પણ મળી આવ્યું હતું, પરંતુ તે વ્યક્તિ અંગે કોઈ માહિતી મળી ન હતી. એસીપી વિનાયક વત્સના (ACP Vinayak Vats) જણાવ્યા અનુસાર, વાશી પોલીસને ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી. અનેક વખત સીસીટીવી પણ જોવામાં આવ્યા હતા. મોબાઇલ લોકેશન શોધવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રસ્તાની બાજુમાં આવેલ ખાડીમાં પણ બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ખાડીમાંથી કંઈ મળ્યું નથી. તે વ્યક્તિએ તે રાત્રે 100 નંબર પણ ડાયલ પણ કર્યો હતો, તેથી દુશ્મનાવટ, લૂંટફાટ અથવા ઝઘડાની પણ તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસને વ્યક્તિના પ્રેમસંબંધ વિશે માહિતી મળી હતી અને ત્યારબાદ પોલીસે તપાસની દિશા બદલીને પોલીસે નવી શોધખોળ શરૂ કરી હતી અને એક મહિનાની મહેનત બાદ તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે ઈન્દોરમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે વાશી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજીવ ધૂમલના માર્ગદર્શન હેઠળ એક ટીમ ઈંદોર પહોંચી ત્યારે તે વ્યક્તિ તેની પ્રેમિકાને ત્યાં મળ્યો હતો. 15 સપ્ટેમ્બરના રોજ પોલીસે તેને પકડ્યો અને તેને નવી મુંબઈ લઈ આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *