હાલમાં જ કેન્દ્રીય બજેટ (Central budget) માં ગુજરાત (Gujarat) ના ખેડૂતો (Farmer) માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. તેમાં ખેતી બેંકમાં લોન લેનાર ખેડૂતોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે, ખેતી બેંકમાં લોન જેટલી બાકી હોય તેના 25 ટકા જ ભરવાના રહેશે. બાકીની લોન માફ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા જ 50 હજાર ખેડૂતોને ફાયદો થશે તેવું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે. નોંધનીય છે કે, આ યોજનાનો લાભ માત્ર ખેતીબેંકના ખેડૂતોને જ મળશે. આ યોજના પાકધીરાણ કે પાકવીમા સંબંધિત નથી.
ત્યારે બીજી તરફ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપ સરકાર જાહેરાતો તો કરે છે પરંતુ તેનું અમલીકરણ ચોક્કસપણે કરવામાં આવતું નથી. આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે. ખેડૂતોને તો સરકાર જેટલું આપે તેટલું ઓછું છે પરંતુ ખરેખરમાં ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે.
સરકાર દ્વારા ભૂતકાળમાં પણ ઘણી સબસિડી અને યોજનાઓની જાહેરાત કરાઈ છે પરંતુ તેમાં પણ કેટલીક સમસ્યાઓના કારણે સફળ થઈ શકી નથી. પરંતુ હવે સરકાર તેને સંપૂર્ણ પણે સફળ બનવા પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.