કોરોના વચ્ચે ગુજરાતમાં ચિકનગુનિયાના કેસોમાં થયો એકાએક વધારો, એકદિવસમાં એટલા કેસ નોંધાયા કે…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે. હાલમાં મળતી માહિતી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં ચિકનગુનિયા કેસો ખુબ જ ઝડપથી સામે આવી રહ્યા છે.

અમદાવાદના તમામ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ચિકનગુનિયાનો રોગચાળો ખુબ જ વધી રહ્યો છે. તેની સાથે-સાથે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો પણ વધ્યા છે. આમ છતાં મ્યુનિસિપાલટીનું હેલ્થ ખાતું રોગચાળાની સ્થિતિને હળવાશથી લઈને એ તરફ બેદરકારી સેવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાના કાળાકેરની વચ્ચે શરૂ થયેલા મચ્છરજન્ય રોગચાળાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આવામાં મ્યુનિસિપાલટી દ્વારા હજુ સુધી કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો.

અમદાવાદ ઉપરાંત કોરોના વચ્ચે હવે ગાંધીનગરમાં પણ છેલ્લા કેટલાંક દિવસોથી ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે.  ગઈકાલના રોજ ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જ એક જ દિવસમાં ચિકનગુનિયાના 27 કેસો સામે આવતા હડકંપ મચી ગયો છે. એક સાથે 27 કેસ સામે આવતા તંત્ર સફાળું ઉભું થઇને દોડતું થઈ ગયું છે.

ગુજરાતમાં એક તરખ કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધુ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ચિકનગુનિયાના 27 કેસ સામે આવતા તંત્ર સહિત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો ચિકનગુનિયાના કેસો સતત આમને આમ વધતા રહ્યા તો તંત્ર માટે કોરોના વચ્ચે ચિકનગુનિયાને કંટ્રોલમાં લાવવો મુશ્કેલ થઈ શકે છે.

ગાંધીનગરમાં જે 27 ચિકનગુનિયાના કેસો નોંધાયા છે, તે એક જ દિવસમાં સામે આવ્યા છે. હાલ તંત્રએ જે વિસ્તારમાં કેસો સામે આવ્યા છે, તે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરના સેક્ટર- 4, 5, 6માં ચિકનગુનિયાનો કાળો કહેર સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ આસપાસના વિસ્તારોમાં તપાસની કામગીરીમાં લાગી ગઈ છે.

ચિકનગુનિયાના લક્ષણો:
ચિકુનગુનીયાના લક્ષણો સામાન્ય રીતે સંક્રમિત મચ્છરના કરડવાના ૨ થી ૧૨ દિવસની અંદર દેખાય છે. ચિકુનગુનીયાના મચ્છર મોટે ભાગે દિવસ દરમિયાન કરડે છે. ચિકુનગુનિયાના ખતરનાક વાયરસનો ફેલાવો કરવા માટે આ મચ્છર સંચિત થયેલા સ્વચ્છ પાણીમાં પ્રજનન કરે છે. ચિકુનગુન્યાના લક્ષણો નીચે આપેલ છે. તાવ આવવો. ચેપ સામે લડવાના પ્રયાસરૂપે શરીરના તાપમાનમાં વધારો થાય છે. આ જ કારણ છે કે ચિકુનગુનિયાના રોગમાં પગ, હાથ અને કાંડામાં તીવ્ર દુખાવો થતો હોય છે, તેમજ તીવ્ર સોજો ચડતો હોય છે. પીઠનો દુખાવો, માથાનો દુખાવો થવો. થાક લાગવાની સાથે- સાથે સ્નાયુઓમા પીડા થવી. ત્વચા પર લાલ રંગની ફોલ્લીઓ જે સામાન્ય રીતે ૪૮ કલાકમાં દેખાય છે. ગળામાં દુખાવો થવો. આંખમાં પીડા, કંજક્ટિવાઈટિસ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *