વાલીઓ માટે રાહતના સમાચાર: ગુજરાત સરકારે આટલા ટકા સ્કૂલ ફી ઘટાડવાની કરી જાહેરાત

હાલમાં કોરોનાના કારણે સમગ્ર રાજ્યભરમાં શાળા અને કોલેજો બંધ છે. આ દરમ્યાન શાળા માંથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવવામાં આવી રહ્યો છે. ત્યારે વાલીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફીમાં માત્ર 25 ટકા જ ઘટાડાનો સંચાલકોને આદેશ આપવાનું નક્કી કરી લીધું છે. આમ પણ સંચાલકોએ તો 25 ટકાથી તસુ ભાર ઘટાડો ન કરવાની અડોડાઈ રાખેલી જ હતી અને છેવટે તેમનું જ ધાર્યું આ સરકાર પાસે કરાવ્યું છે.

આજ રોજ રાજ્ય સરકારનીની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફ કરવા માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય તેવું જણાવાયું છે. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે. ખાનગી સ્કૂલોના સંચાલકોએ જણાવ્યું કે શાળાઓમાં ઉત્તર પ્રવૃત્તિ કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, મનોરંજનની એક પણ પ્રવૃત્તિને ફી પણ શાળામાં આપવાની રહેતી નથી. સીબીએસસીથી માંડીને તમામને આ નિર્ણય લાગુ પડશે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પણ હજુ વાલીઓ નારાજ જોવા મળી રહ્યા છે. 25 ટકા રાહત આપવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી વાલીઓ નિરાશ થયા છે. લોકડાઉને કારણે વાલીઓને 50 ટકા ફીમાં રાહત મળે તેવી અપેક્ષા હતી. ગુજરાત સરકારે આપેલી 25 ટકા રાહતને વાલીઓએ લોલીપોપ ગણાવીને જણાવ્યું કે, સરકારે 75 ટકા ફિ વસૂલવા માટે ખાનગી શાળાને લાયસન્સ આપી દીધું. અમારી વાત સરકારે સાંભળી નથી, અમે 50 ટકા ફીમાં રાહતની અપેક્ષા કરી રહ્યા હતા.

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલ ફી જણાવતા કહ્યું કે, શાળા સંચાલકોને જણાવી દીધું છે કે, આ નિર્ણય પછી કોઈપણ શિક્ષકને છુટા નહીં કરી શકાય. શાળાઓ માટે 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓએ અગાઉથી ફી લઇ લીધી છે તે 25 ટકા માફીના ધોરણે સરભર કરી આપશે. તેમજ શાળાઓ ઈત્તર પ્રવૃત્તિઓના નામે કોઈ પણ ફીને ઉઘરાવી નહિ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 થી 4 મહિનાથી સ્કૂલોફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હતા. આ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે. હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે, તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *