ગુજરાત સરકારે કરી નોકરીઓ બાબતે મોટી જાહેરાત, વિદ્યાસહાયકો માટેની આટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત(gujarat): હાલ તો ગુજરાત સરકારે નોકરીઓ બાબતે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની તબક્કાવાર જાહેરાત તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

ભરતીની સંખ્યા કઈક આ પ્રકારની રહેશે: ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે અને ધોરણ ૬ થી ૮ માં ૧૬૦૦ એમ મળીને કુલ ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ગણિત-વિજ્ઞાન વિષય માટે ૭૫૦ શિક્ષકો, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ શિક્ષકો અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર આ ભરતીથી ઘણા વિદ્યા સહાયકોને લાભ મળશે.

મહત્વની વાત એ કે, ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ પણ કરવામાં આવશે. ધોરણ ૧ થી ૫ માં કુલ ૧૦૦૦ વિદ્યા સહાયકો ફાળવવામાં આવશે. જયારે ધોરણ ૬ થી ૮ માં આ પ્રકારે વિષય શિક્ષકો ફાળવવામાં આવશે: ગણિત અને વિજ્ઞાનના ૭૫૦ વિદ્યા સહાયકો, સામાજિક વિજ્ઞાનના ૬૦૦ વિદ્યા સહાયકો અને અન્ય વિષયોના ૨૫૦ એમ કુલ મળી ૧૬૦૦ વિદ્યા સહાયકોની નિમણુક કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણય અંતર્ગત ધોરણ ૧ થી ૫ માં વિદ્યા સહાયકોની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેથી વિધવા મહિલાઓ માટે સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *