પ્રેમસંબંધના કારણે સુરતમાં વધુ એક હત્યા- જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું

સુરત(Surat): શહેરમાં અવાર નવાર હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના રુદરપુરા પોલીસલાઈન વિસ્તાર (Rudarpura Police Line Area)માં બે સગા ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું છે. યુવતી સાથે પ્રેમસંબંધ રાખી લગ્ન તૂટી જતાં યુવતીના ભાઈઓએ બહેનના પ્રેમી પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં પ્રેમીના ભાઈનું મોત નીપજ્યું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રેમસંબંધમાં યુવતીના લગ્ન તૂટી જતાં ભાઈઓ દ્વારા હુમલો:
મળતી માહિતી અનુસાર, હબીબ ઈસ્માઈલ શેખની બહેન તેના પતિ સાથે રહેતી હતી. આ દરમિયાન તેને અન્ય એક યુવક માવિયા મોહમ્મદ હબીબ કચ્છી સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે હબીબ શેખની બહેને તેના પતિને છોડી ઘરે આવી ગઈ હતી.

જેને પગલે બહેનનું લગ્ન જીવન તોડાવી નાખ્યું હોવાનું માનીને હબીબ ઈસ્માઈલે બહેનના પ્રેમીને ઝઘડો કરવા બોલાવ્યો હતો. તેથી ગત રોજ રુદરપુરા પોલીસલાઈન પાસે હબીબ ઈસ્માઈલ શેખે તેના અન્ય બે ભાઈ ઇમરાન મુલ્લા અને સાહિલ મુલ્લાને સાથે રાખી બહેનનું ઘર ભંગાવનાર માવિયા મોહમ્મદને બોલાવી તેની સાથે ગાળાગાળો કરી હતી.

બચાવવા આવતા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો:
ગાળાગાળી થતા માવિયા મોહમ્મદ કચ્છીનો ભાઈ યામીન કચ્છી પણ આમાં વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન હબીબ શેખ અને સાહિલ મુલ્લા દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પેટ, ખભા, મોઢાના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાને કારણે યામીન કચ્છી તેમજ તેના ભાઈને ગંભીર ઈજાઓ પહોચી હોવાને કારણે બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યામીન કચ્છીનું મોત નીપજ્યું હતું.

અઠવા પોલીસ પોલીસે તપાસ શરૂ કરી:
ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ આ અંગે તપાસ હાથ ધરી હતી. આ સિવાય પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન યામીન કચ્છીનું આજે મોત થઈ જતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *