હાલમાં થોડાં દિવસ પહેલાં જ રાજ્યમાં આવેલ સુરત શહેરે સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેરોમાં દ્રિતીય કર્મ પ્રાપ્ત કર્યો હતો. આવી જ રીતે ફરી એકવાર સમગ્ર રાજ્ય આખાં દેશમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે. એવાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.
બુધવારનાં રોજ જાહેર થયેલ થિંક ટેન્કનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, કે નીતી આયોગનાં નિકાસ તૈયારી સૂચકઆંક વર્ષ 2020માં ગુજરાતે પહેલો તથા મહારાષ્ટ્ર તેમજ તામિલનાડુ પછીનાં ક્રમ પર આવે છે. નીતિ આયોગનાં CEO અમિતાભ કાંતે અહેવાલની શરૂઆતમાં જ જણાવતાં કહ્યું હતું, કે નિકાસનો ખુબ ઝડપી વિકાસ લાંબાગાળાનાં આર્થિક વિકાસની માટે નિર્ણાયક ઘટક રહેલો છે.
CM વિજયભાઇ રૂપાણીનાં દ્દષ્ટિવંત આયોજન તેમજ દિશા-દર્શનમાં ગુજરાતે વધારે એક ક્ષેત્રે દેશમાં નંબર-1નું સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે.
નીતિ આયોગ દ્વારા આજે જ બહાર પાડવામાં આવેલ એક્ષ્પોર્ટ પ્રિપ્રેડ નેસ ઇન્ડેક્ષ વર્ષ 2020માં ગુજરાત આખાં દેશમાં પહેલાં ક્રમ પર આવ્યું છે.
આ ઇન્ડેક્ષ ‘રેંકીંગ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ આધાર પર કરવામાં આવેલ સમગ્ર દેશનું પહેલું એક્ષ્પોર્ટ પ્રીપ્રેડ નેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે. એમાં પણ ગુજરાતે દેશનાં તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ એક્ષ્પોર્ટ પ્રીપ્રેડનેસ ઇન્ડેક્ષ રેંકીંગ માટે કુલ 50 જેટલાં માપદંડને નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ પેરામીટર્સમાં એક્ષપોર્ટ પ્રમોશન પોલીસી, ઇન્સ્ટીટયુશનલ ફ્રેમ વર્ક, બિઝનેસ ઇકો સિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, આર.એન્ડ ડી સપોર્ટ, એક્ષપોર્ટ ડાયવર્સીફીકેશન, ઇન્ફ્રાસ્ટ્કચર તેમજ ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વગેરે સામેલ છે.
ગુજરાતનાં CM વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં પોલીસી રીફોર્મ્સ તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઘણાં સરળીકરણની સાથે દેશમાં પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.
દેશનાં એક્ષપોર્ટનાં કુલ 20% વધારે કરતાં એક્ષપોર્ટ કરીને ગુજરાત ‘ગેટ વે ટુ ધી વર્લ્ડ’ બન્યું છે. હવે નીતિ આયોગનાં એક્ષ્પોર્ટ પ્રિપ્રેડનેસ ઇન્ડેક્ષ વર્ષ 2020માં પણ ગુજરાતે તમામ પેરામીટર્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર દેશમાં પહેલો ક્રમ મેળવવાની વધુ એક ગૌરવ સિદ્ધિ CM નાં માર્ગદર્શન તેમજ પ્રેરણાથી મેળવી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews