ગુજરાતમાં શનિવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી માહોલ બન્યો હતો. ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં મોડી રાત્રે અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડ્યા છે. જો કે હજુ 48 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
12/6 ને શુક્રવારની સાંજે 8 વાગ્યા બાદ 18 થી 25 કિ.મીની ઝડપી પવનો સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે 8.30 થી 9 વાગ્યા સુધી 37 થી 55 કિ.મીની ગતિના ઝાટકા પવનો ફૂંકાતા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડ્યા છે. શનિવારે સવારે 6 કલાક સુધીનાં મળતા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદના દેત્રોજ તાલુકામાં 3.5 ઇંચ અને વડોદરાના કરજણ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 5 અને 16 જૂને વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 5 અને 16 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 13 અને 14 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 15 અને 16 જૂને એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં પડેલા વરસાદ નો રેકોર્ડ
વર્ષ 2015
રાજ્યમાં 25.59 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 81.57 ટકા વરસાદ પડ્યો
વર્ષ 2016
રાજ્યમાં 28.61 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 91.17 ટકા વરસાદ પડ્યો
વર્ષ 2017
રાજ્યમાં 35.77 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 122.18 ટકા વરસાદ પડ્યો
વર્ષ 2018
રાજ્યમાં 25.10 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 76.73 ટકા વરસાદ પડ્યો
વર્ષ 2019
રાજ્યમાં 46.26 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 144.01 ટકા વરસાદ પડ્યો
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
દેશમાં ચોમાસુ સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઇ ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગના નાયવું મહાનિદેશક આનંદ શર્માએ જણાવ્યું છે કે, ‘દેશમાં ચોમાસું સામાન્યવત આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ સક્રીય થઇ ચુક્યું છે. હવે ઓડિસાના બાકીના વિસ્તારમાં પણ સક્રીય થશે. આગામી 48 કલાકમાં ચોમાસુ છત્તીસગઠ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને બિહારમાં સક્રિય બને તેવા સંકેત છે.’
જાણો છેલ્લા 24 કલાકમાં કયાં શહેરમાં કેટલો વરસાદ
મહેસાણા – વિજાપુર – 5 ઇંચ
અમદાવાદ – દેત્રોજ – 4 ઇંચ
વડોદરા – કરજણ – 3 ઇંચ
ખેડા – માતર – 3 ઇંચ
મહેસાણા – બેચરાજી – 3 ઇંચ
સાબરકાંઠા – પ્રાંતિજ – 3 ઇંચ
પાટણ – રાધનપુર – 2.5 ઇંચ
ખેડા – વાસો – 2.5 ઇંચ
ભરૂચ – વાગરા – 2 ઇંચ
પંચમહાલ – હાલોલ – 2 ઇંચ
આણંદ – તારાપુર – 2 ઇંચ
મહિસાગર – લુણાવાડા – 2 ઇંચ
નર્મદા – ગરુડેશ્વર – 2 ઇંચ
સાબરકાંઠા – હિંમતનગર – 2 ઇંચ
અમદાવાદ – ધોલેરા – 2 ઇંચ
સુરેન્દ્રનગર – ધ્રાંગ્રધ્રા – 2 ઇંચ
જૂનાગઢ – ભેસાણ – 2 ઇંચ
ભરુચ – 2 ઇંચ
તાપી – કુકારમુંદ્રા – 2 ઇંચ
આણંદ – પેટલાદ – 2 ઇંચ
વડોદરા – પાદરા – 2 ઇંચ
નર્મદા – નાંદોદ – 2 ઇંચ
પંચમહાલ – કલોલ – 1.5 ઇંચ
ગાંધીનગર – માણસા – 1.5 ઇંચ
નવસારી – વાંસદા – 1.5 ઇંચ
મહિસાગર – સંતરામપુર – 1.5 ઇંચ
જૂનાગઢ – માણાવદર – 1.5 ઇંચ
અમરેલી – વડલા – 1.5 ઇંચ
આણંદ – 1.5 ઇંચ
પંચમહાલ – મોરવા હડફ – 1.5 ઇંચ
પંચમહાલ – ગોધરા – 1.5 ઇંચ
બનાસકાંઠા – ડીસા – 1.5 ઇંચ
ભરુચ – જાંબુસર – 1.5 ઇંચ
અમરેલી – 1.5 ઇંચ
વલસાડ – કપરાડા – 1.5 ઇંચ
વલસાડ – કપરાડા – 1.5 ઇંચ
છોટા ઉદેપુર – પાવી જેતપુર – 1. ઇંચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news