કિશન ભરવાડની જેમ રાજકોટના આહીર યુવકને રહેશી નાખ્યો, રીલ્સ જેવી નજીવી બાબતે 19 છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ

Ahir youth Ashish murder case in Rajkot: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અંગત અદાવતમાં આવીને મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. બેફામ બનેલા ટપોરીઓને જાણે ખાખીનો ડર જ ના રહ્યો હોય તેવી રીતે જાહેરમાં જ કોઈને પણ મોતને ઘાટ ઉતારતા જરા પણ અચકાતા નથી. તેમાં પણ ખાસ કરીને સુરત, અમદાવાદ અને રાજકોટમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજકોટના ઉપલેટામાં માત્ર વિડીયો બનાવવા જેવી નજીવી બાબતે બોલો ચાલે થયા બાદ મિત્રએ જ મિત્રને 19 જેટલા છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઉપલેટા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જીમમાં જતાં બે યુવકો વચ્ચે રિલ્સ બનાવી અપલોડ કરવા બાબતે તકરાર થઈ હતી. શનિવારે રાત્રે 29 વર્ષીય આશિષ નાથાભાઈ ભાદરકા નામના યુવકને તેમના જીવનમાં સાથે આવતા ૧૯ વર્ષે યુવક કોળી વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા સાથે રિલસ બનાવવા બાબતે માથાકૂટ થઈ હતી. અવાજ યાદ રાખીને ગત 15 તારીખ ના રોજ વિનયે આશિષ પર ફરીથી હુમલો કરી દીધો અને છાતી તેમજ પેટના ભાગે 19 જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા.

આશિષને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયો. મૃતક આશિષ ના પિતાએ જણાવ્યું કે તેને 29 વર્ષ એક દીકરો અને 32 વર્ષીય એક દીકરી છે. બંને હજુ અપરણિત છે તેઓ ફરસાણના ધંધા સાથે જોડાયેલા છે. સમગ્ર ઘટના અંગે ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલમાં આરોપી વિનયની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *