આજે ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પડ્યો છે. હવામાન વિભાગ મુજબ 21થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. જેથી રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરતા કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.
અહી નોંધનીય છે કે, માર્ચ મહિનામાં સમગ્ર દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વાર આગાહી કરવામાં આવી છે કે, શનિવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે. આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કાશ્મીર, લદાખ અને પંજાબમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
તા.21થી 23 માર્ચ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાંક ભાગ તેમજ કચ્છ, ગુજરાતના વિવિધ ભાગોમાં ધુળકણ સાથે કમોસમી વરસાદ કે કરા પડવાની શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધી રહેશે. તમિલનાડું, કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે તેવી સંભાવના છે. તા.21થી 23 અને 26 અને 27 માર્ચે પણ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરથી વચ્ચે વચ્ચે તાપમાનમાં વધઘટ થઈ શકે છે. તેમજ જુનાગઢ, અમરેલી, રાજકોટ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ રહેલીં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle