ઓપન લેટર: બુદ્ધિમાન રૂપાણી ગુજરાતીઓને મૂરખા ન સમજો- કોરોના ફેલાવવામાં જનતા કેવી રીતે જવાબદાર?

માનનીય રૂપાણીભાઈ, (CM Rupani) રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા…

માનનીય રૂપાણીભાઈ, (CM Rupani) રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. હાલમાં જ તમે એક ઇન્ટરવ્યુમાં કહી દીધું છે કે, ‘ગમે તેટલા કેસ વધે પણ લોકડાઉન તો નહિ જ થાય’. સંક્રમણ વધવાનું કારણ ચૂંટણીઓ હોવાની ચર્ચાથી વિપરીત પ્રચાર સમયે તમાશા કરનાર તમામ પક્ષોને તમે પરોક્ષ રીતે બચાવ કરી રહ્યા છો. તમે પહેલાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તે માટે ચુંટણી નહિ પરંતુ સામાન્ય લોકોની બેદરકારી જવાબદાર છે. કોરોના કેસ ઘટ્યા એટલે જનતા બેફીકર બની ગઈ અને આમ તમે સરકારે સામાન્ય લોકોને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા છે.

એકતરફ ભાજપના ટોચના ધારાસભ્ય એવો દાવો કરી રહ્યા છે કે, ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો. અને બીજીબાજુ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત 7 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ભાજપના ડભોઈના ધારાસભ્ય, જિલ્લા ગ્રાહક કોર્ટ ના જજ ખાણ ખનીજ વિભાગના અધિકારી સહિત 15 અગ્રણી અને તેમના પરિવારજનોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે. ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ પણ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. સામાન્ય જનતાની બેદકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલ એ ભૂલી ગયા છે કે, કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે. મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ અને શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રધાનમંત્રી મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી તેમાં પણ વિજય રૂપાણીને વેધક સવાલો કર્યા હતા. રૂપાણીએ કોરોનાના કેસોનો આંકડો આપ્યો તેની સામે પણ મોદીએ સવાલ ઉઠાવ્યા હતા. આ બેઠકમાં જ મોદીએ આંકડાઓ અંગે સ્પષ્ટતા કરીને વિસ્તૃત રીપોર્ટ આપવા સૂચના આપી હતી. આ રીપોર્ટ મોદી સરકારને મળ્યો નથી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી કેન્દ્ર સરકારે દખલ કરવી પડે એવી સ્થિતી હોવાનું મોદીનું માનવું છે. ગુજરાત સરકારનો સત્તાવાર રીપોર્ટ મળી જાય પછી મોદી સરકાર નીરિક્ષકોની ટીમ મોકલવાની જાહેરાત કરશે પણ એ પહેલાં રસીકરણમાં તેજી લાવવાની સૂચના આપી દેવાઈ છે.

રાજ્યમાં કોરોનાએ ગયા વર્ષની જેમ જ વેગ પકડ્યો છે અને હાલના સમયમાં કેસોમાં બમણો વધારો દેખાઈ રહ્યો છે. શનિવારે સાંજે બહાર પડાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોંધાયા છે. ત્યારે આવા સમય વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. રૂપાણીએ આ પહેલાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તે માટે સામાન્ય લોકોની બેદરકારી જવાબદાર છે. આમ રૂપાણી સરકારે સામાન્ય લોકોને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા છે.

ચૂંટણી અને ક્રિકેટ બાદ રાજયમાં કોરોના વધી રહ્યાના અહેવાલો સામે પણ સીએમ વિજય રૂપાણીએ તર્ક આપ્યો હતો. આ પહેલા પણ અમદાવાદમાં થયેલી બીજી ટી ટ્વેન્ટીમાં પ્રદીપસિંહ 50 હજાર લોકો સાથે મેચ જોવા પહોચી ગયા હતા. 50000+ ની મેદની ભેગી થઈ ત્યાં હાજરી આપનાર ગૃહમંત્રી કેટલું સરસ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી રહ્યા છે નહીં? બાજુ માં બેઠેલા જય શાહ ને અને બીજી બાજુ બેઠેલા પરિમલ નથવાણીને માસ્ક નો દંડ થાય? ગૃહમંત્રી પોતે નિયમો ભંગ કરીને ગુજરાતીઓ પર પોતાની પોલીસનો દુરુપયોગ કરીને દંડ કરાવે છે. By- Vandankumar Bhadani

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *