પ્રેમીને પામવા કપાતર દીકરીએ જન્મ આપનારી માતાને જ આપ્યું ધ્રુજાવી મોત, ટ્રકના પાનાથી માતાનું માથું છુંદી નાખ્યું

Published on: 12:31 pm, Tue, 30 May 23

Murder in Junagadh: કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં દીકરીએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વાત કરવામાં આવે તો ગત શનિવારના રોજ મોડી રાતના જૂનાગઢ તાલુકાના ઈવનગર (Murder in Ivnagar)માંથી એક મહિલાની લાશ મળી હોવાની જાણ જૂનાગઢ (Junagadh) તાલુકા પોલીસ સ્ટેશનને થઇ હતી. ઇવનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા નામની મહિલાની લોહીમાં લથપથ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ મારી મહિલાની દર્દનાક હત્યા (Murder in Junagadh) કરી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

હત્યારી દીકરી 

મળતી માહિતી અનુસાર, મહિલાની હત્યા અન્ય કોઈ વ્યક્તિએ નહીં પણ પ્રેમમાં અંધ બનેલી પોતાની જ દીકરીએ કરી છે. પોલીસ દ્વારા હત્યારી દીકરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો મુળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની અને છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તાલુકાનાં ઈવનગરમાં રહેતા 35વર્ષીય દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગયા રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17થી વધુ ઘા મારી દર્દનાક હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.


પાનાના 17થી વધુ ઘા મારીને કરી દર્દનાક હત્યા 

જયારે દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ બામણીયા પાલનપુર કામકાજ કરે છે. જેને કારને પાલનપુર અવર જવર રહેતી હોય છે. આ હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુ ભાઇ દ્વારા તેમને જાણ કરવામાં આવતા ગોવિંદભાઇ પાલનપુરથી પાછા આવી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાશને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે ગોવિંદભાઇ દ્વારા પોતાની કોઇની સાથે દુશ્મની ન હોવાની ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલવા લોઢાના ચણા ચાવવા સમાન હતા.


મૃતક માતા દક્ષાબેન

પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા દક્ષાબેન બામણીયાની પુત્રી મીનાક્ષી પર પોલીસને વધુ શંકા જવા લાગી હતી અને જેથી પોલીસ દ્વારા મિનાક્ષી પર વધુ વોચ ગોઠવી દેવામાં આવી હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસમાં મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા મીનાક્ષી ભાંગી પડી હતી અને હત્યાની કબુલાત કરી લીધી હતી. મીનાક્ષીએ ગુનો કબુલતાં પોલીસને જણાવતા કહ્યું હતું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ યુવાન મને મળવા માટે રાત્રે આવ્યો હતો. પહેલા પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને તેને ઠપકો આપ્યો હતો.

પરંતુ શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને તેની જાણ માતા દક્ષાબેનને થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. માથાકૂટ પછી  મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને પોતાની જ માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ તે અંગે પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "પ્રેમીને પામવા કપાતર દીકરીએ જન્મ આપનારી માતાને જ આપ્યું ધ્રુજાવી મોત, ટ્રકના પાનાથી માતાનું માથું છુંદી નાખ્યું"

Leave a comment

Your email address will not be published.


*