Gujarat Weather News: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારેથી રાજ્યના અમુક તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ પડી ચુક્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના(Gujarat Monsoon 2023) 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્રારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તે પછી ધીમીધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. શહેરમાં થલતેજ, એસજી હાઇવે, બોપલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Weather News ગુજરાત હવામાન સમાચાર
રાજ્યના હવામાન વિભાગની (Gujarat Weather News) તરફથી મળતી આગાહી મુજબ રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતના 3 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદના આંકડા મુજબ આજે એટલે કે તારીખ 26મી જૂને સવારના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ રાજકોટના જેતપુરમાં નોંધાયો છે. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને વલસાડના વાપીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
30 તાલુકામાં 1 મિમીથી અડધો ઈંચ સુધી વરસાદ
જૂનાગઢના ભેંસાણમાં 17 મિમી, રાજકોટના ધોરાજી અને વલસાડના ઉમરગામમાં 15-15 મિમી, પોરબંદર, નવસારીના ગણદેવી, વલસાડના પારડી અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 14-14 મિમી વરસાદ નોંધ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 12 મિમી વરસાદ પડ્યો છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં 9 મિમી, જૂનાગઢના વંથલી અને અમરેલીના બગસરામાં 8-8 મિમી, પોરબંદરના રાણાવાવ અને જૂનાગઢના માંગરોળમાં 7-7 મિમી વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ તાલુકા અને શહેર તથા ગીરસોમનાથના પાટણ વેરાવળમાં 5-5 મિમી વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર-કેશોદ અને સુરતના કામરેજમાં 4-4 મિમી વરસાદ છે. અમરેલીના રાજુલા અને વલસાડમાં 3-3 મિમી, રાજકોટના જામકંડોરણા, સુરતના બારડોલી, નવસારીના જલાલપોર અને વલસાડના ધરમપુરમાં 2-2 મિમી વરસાદ પડ્યો છે. તો ભરૂચના ઝઘડિયા, નવસારીના ખેરગામ અને ગીર સોમનાથના ઉનામાં પણ 1-1 મિમી વરસાદ પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.