સ્વાઈન ફ્લૂના કારણે સુરતમાં પ્રથમ મોત- જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક દવાખાના ભેગા થજો!

ભારત(India)ના અનેક રાજ્યોમાં સ્વાઈન ફ્લૂ(Swine flu)માં વધારો જોવા મળ્યો છે. જેમાંથી ગુજરાત(Gujarat)ના સુરત(Surat) શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ચાલુ વર્ષે માત્ર એક જ સ્વાઈન ફ્લૂનો દર્દી દાખલ થયો હતો જેનું શુક્રવારે મૃત્યુ થયું હતું. આ વર્ષે આ રોગને કારણે આ પ્રથમ મૃત્યુ છે. મળતી માહિતી મુજબ, લિંબાયતના રતન ચોકમાં રહેતી 39 વર્ષીય વિજુબેન દશરથ પાટીલને બુધવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી તેનો કોરોના અને સ્વાઈન ફ્લૂ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણી H1N1 પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પછી વિજુબેનને કોવિડના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સાંજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેને સેપ્ટિસિનિયા અને એક્યુટ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જેવા અન્ય રોગો પણ હતા. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના કારણે બે મૃત્યુ થયા હતા. બંને મહિલાઓ હતી.

250 દર્દીઓ સારવાર માટે આવ્યા છે:
ડોકટરોનું કહેવું છે કે કોરોના, સ્વાઈન ફ્લૂ અને સામાન્ય ફ્લૂના લક્ષણો સમાન છે. સિવિલમાં ચાલુ માસમાં 200 થી 250 વાઇરલના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. તે જ સમયે, શહેરમાં કોરોનાના 19 દર્દીઓ પણ દાખલ છે. આ માટે દર્દીના RT-PCR અને H1N1 બંને ટેસ્ટ કરવામાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કયા દર્દીને કયો રોગ છે.

જો તમને શરદી ઉધરસ હોય તો તરત જ ડૉક્ટરને મળો:
ડોક્ટર પારૂલ વડગામાએ કહ્યું કે, જો તમને શરદી ઉધરસ હોય તો ડોક્ટરને પૂછ્યા વગર દવા ન લેવી. ઓક્સિમીટરનો ઉપયોગ કરો અને જો ઓક્સિજનનું સ્તર 94 કરતા ઓછું હોય, તો હોસ્પિટલમાં દાખલ થઇ જાવ. આ ઉપરાંત, જો 101 ડિગ્રી તાવ 2-4 દિવસ સુધી આવતો રહે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. આ સાથે, જો કોઈ ફ્લૂ હોય, તો તમારે તેની જાણ કરવી જોઈએ. જો લાપરવાહી કરવામાં આવે તો આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ સિઝનમાં આવતા દર્દીઓમાં સ્વાઈન ફ્લૂ, કોરોના અને સામાન્ય ફ્લૂના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ત્રણેય રોગના સામાન્ય લક્ષણોને કારણે ડોક્ટરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના, સ્વાઈન ફ્લૂ અને સામાન્ય ફ્લૂ ત્રણેયમાં શરદી, તાવ, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તેથી, દર્દીઓના RT-PCR અને H1N1 બંને ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *