ગુજરાતમાં પ્રવેશતી બસમાંથી ઝડપાયું અધધ… 143 કિલો ચાંદી, બસમાં એવી જગ્યાએ સંતાડ્યું હતું કે…

રાજસ્થાનમાંથી ગુજરાત(Gujarat-Rajasthan border)માં ગેરકાયદેસર રીતે અનેક પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ પ્રવેશતી હોય છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર માવલ ચોકી પર રિકકો પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરીને 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો(quantity of silver) ઝડપી પાડવામાં આવ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ(Private Travels)ની બસમાંથી અંદાજે 143 કિલો અને 200 ગ્રામ ચાંદી મળી આવી છે. જો વાત કરવામાં આવે તો લગભગ 9 નાના-મોટા પેકેટમાં ચાંદી લઈ જવામાં આવી રહી હતી.

એક યુવકની પોલીસે કરી અટકાયત:
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જઈ રહી હતી. ત્યારે આ દરમિયાન ચાંદીની પાટો મુસાફરની સીટ નીચે છુપાવીને લઈ જવામાં આવી એહી હતી. રિકકો પોલીસ દ્વારા બસમાં સવાર એક યુવકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બસમાં સવાર મુસાફરોને અન્ય વાહનમાં મોકલી દેવામાં આવ્યા હતા. ખાનગી બસને આબુરોડ રિકો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, આજે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા એક ખાનગી બસમાંથી 143 કિલો 264 ગ્રામ ચાંદી પકડી પાડવામાં આવી છે, જેની અંદાજે કિંમત 86 લાખ રૂપિયા છે. તેણે આબુરોડ રિકકો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. 143 કિલો ચાંદીને બસના સીટ નીચે છુપાવીને ગુજરાતમાં લાવવાના પ્રયાસને કામ કરી એક વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. 143 કિલો ચાંદી સાથે બસને પણ કબ્જે કરી લેવામાં આવી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર પર વસેલું માઁ જગતજનની આંબાનું ધામ અંબાજી વિશ્વ વિખ્યાત છે. ગઈકાલે અંબાજી નજીક આવેલા આબુરોડ માવલ પાસેથી આબુરોડ રિકકો પોલીસ દ્વારા 143 કિલો ચાંદી ગેરકાયદેસર રીતે નાના પેકેટ કરી લઈ જતા પકડી પાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *