રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોના નામ જાહેર: જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા સહિત આ લોકોની ગુજરાતથી ઉમેદવારી

Gujarat Rajya Sabha Election 2024: ભાજપે રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. ભાજપે યાદીમાં(Gujarat Rajya Sabha Election 2024) ચાર ઉમેદવારોના નામ જાહેર…

Gujarat Rajya Sabha Election 2024: ભાજપે રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. ભાજપે યાદીમાં(Gujarat Rajya Sabha Election 2024) ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભાજપ આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.

ચારેય ઝોન સાચવી લીધા
રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યસભાના ઉમેદવાર મંયક નાયક કોણ છે?
ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક ભાજપના OBC સેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે. તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી રહી ચૂક્યાં છે. મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાંના એક છે.

રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા
ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા ડાયમંડ વેપારી છે. જ્યારે ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં મોટુ દાન આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલા છે. ભાજપે ગોવિંદ ધોળકિયાને રિટર્ન ગિફ્ટ આપી છે.