IPL 2024: પંડ્યા કેપ્ટન બન્યો પછી MIમાં વિવાદ? મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે રોહિત શર્મા, સૂર્યા અને બુમરાહ? જાણો અટકળો

IPL 2024: આ વખતે IPL 2024 22 માર્ચથી શરૂ થવાની ધારણા છે. પરંતુ તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યાને(IPL 2024) કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક સિનિયર ખેલાડીઓ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા છે. જે બાદ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ સિવાય અન્ય ફ્રેન્ચાઈઝી માટે રમતા જોવા મળી શકે છે. હવે જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો આવું થાય છે, તો આ ત્રણેય IPL 2024માં આ ટીમો માટે રમતા જોવા મળી શકે છે.

આ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે બળવો પણ કરી શકે છે
એ બિલકુલ સાચું નથી કે હવે માત્ર રોહિત શર્મા જ મુંબઈ ઈન્ડિયન્સ સામે બળવો કરતો જોવા મળશે, તેના સિવાય પણ તેના ગ્રુપના ઘણા એવા ખેલાડીઓ છે જે રોહિતના જતાની સાથે જ મુંબઈનું મેનેજમેન્ટ છોડતા જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા સિવાય સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા જેવા ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે બળવો કરતા જોવા મળી શકે છે.

રોહિત શર્માને કેપ્ટનના પદ પરથી હટાવીને નવો વિવાદ સર્જ્યો
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનના પદ પરથી હટાવીને નવો વિવાદ સર્જ્યો છે. જ્યારથી હાર્દિક પંડયાને કેપ્ટન્સી સોંપવામાં આવી છે ત્યારથી MIને લઈને અલગ અલગ સાંચાર સામે આવી રહ્યા છે. એવામાં હવે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું મુંબઈ ઈન્ડિયન્સ બે ગ્રુપમાં વહેંચાઈ ગઈ છે.એક ગ્રુપ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓનું છે તો બીજું ગ્રુપ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનું છે. રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી ત્યારથી આ ગ્રુપ પડ્યા હોય એવા સમાચાર વહેતા થયા હતા. એ વાત પણ નોંધનીય છે કે હાર્દિકને કેપ્ટન બનાવવા બાબતે સૂર્યકુમાર યાદવ અને બુમરાહે સોશિયલ મીડિયા પર આડકતરી રીતે તેમની પ્રતિક્રિયાઓ પણ શેર કરી હતી.

મોટા ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સને છોડી શકે છે
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા સાથે બરોડામાં પ્રેક્ટિસ કરતાં નજર આવ્યા હતા. આ દરમિયાન હવે એવા અહેવાલો પણ છે કે આવનારા દિવસોમાં કોઈ મોટા ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સને છોડી શકે છે. ઘણી બીજી મોટી ટીમોએ આ ખેલાડીઓને ટ્રેડ કરવા માટેની ઓફર આપી છે અને નિયમો અનુસાર હજુ પણ ખેલાડીઓ પાસે બીજી ટીમમાં જવાનો સમય છે.