રોડ,રસ્તા અને પુલ એ આમ આદમીને વિકાસની મંજિલ સુધી દોરી જનારા માધ્યમો છે. આપણા દેશમાં પહેલા કોઈ દિવસ ન હતી તેટલી ગતિએ આજે રોડ અને પુલોનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં આજે વિશાળ પટમાં પથરાયેલી નદી પર પુલબંધાઈ રહ્યા છે. ઊંડી ખીણ પર સેતુ નિર્માણનું કાર્ય હાથ ધરાઈ રહ્યું છે અને મહાનગરોના બે પરાં વિસ્તારને પણ વિશાળ પુલોથી જોડાઈ રહ્યા છે.
વિકાસના બણગાં વચ્ચે ટકાઉ વિકાસની વાત ભૂલાઈ:
જો કે, દરેક સરકારી કાર્યોની સિદ્ધિનો જશ લેવાની સત્તાપક્ષને ઉતાવળ હોય છે. વિકાસના બણગાં વચ્ચે ટકાઉ વિકાસની વાત ભૂલાઈ જાય છે. કોઈપણ વિકાસ કાર્યમાં શિલાન્યાસ અને લોકાર્પણ વચ્ચેનો ગાળો કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારથી ભરેલો હોય છે. જેના કારણે આજે દેશમાં જેટલા પણ બ્રિજ બની રહ્યા છે તેની ટકાઉ ક્ષમતા વિશ્વસનીય રહી નથી.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે, સીઆરઆરઆઈના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. CRRI એ 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં લગભગ 281 પુલોના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા.
ગુજરાતમાં 250 પુલ જર્જરિત હાલતમાં:
બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યું. તપાસાયેલા આ જર્જિરત પુલોના રાજ્યવાર આંકડા જોઈએ તો ગુજરાતમાં 250 પુલ, ઝારખંડમાં 50 પુલ, પંજાબમાં 40 પુલ, દિલ્હીમાં 33 પુલ, મધ્યપ્રદેશમાં 7 પુલ, રાજસ્થાનમાં 6 પુલ જોખમી હાલતમાં છે. ખરાબ પુલ અંગે સીઆરઆરઆઈનો રિપોર્ટ જાહેર થયા બાદ પરિવહન રાજ્યમંત્રી વી.કે.સિંહે ખરાબ પુલને સુધારવાની વાત કરી છે.
281માંથી 253 પુલ ટૂંક સમયમાં ધરાશાયી થવાના એંધાણ:
સીઆરઆરઆઈ અનુસાર, સામાન્ય પુલનું આયુષ્ય 100 વર્ષ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, 281માંથી 253 પુલ ફક્ત 5થી 7 વર્ષ જ જૂનાં છે. છતાં એ પુલો નજીકના ભવિષ્યમાં જ ધરાશયી થઈ જવાની તૈયારી છે. ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાનો ભાગ ખખડી ગયો છે. કોક્રીટ પણ ખરવા લાગ્યું છે. પુલમાં નીચે તરફ કાણાં પડી રહ્યાં છે. પુલની શરૂઆતમાં અને છેડા પર તિરાડો પડી રહી છે. થાંભલા પણ નક્કી માપદંડ કરતા નબળા થઈ ગયા છે. અનેક પુલોના સાંધા ખૂલવા લાગ્યા છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે.
સીઆરઆરઆઈ રિપોર્ટ ચિંતાજનક:
સત્તાધારી પક્ષ ચૂંટણી આવતા પહેલા લોકાર્પણની ઉતાવળમાં બ્રિજની ક્ષમતા ચકાસણી પ્રયોગો જનતા પર છોડી દે છે અને પોતે વિકાસ કાર્ય પૂરું કર્યાનો સંતોષ અનુભવી બેસી જાય છે. જયારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોને પુલનિર્માણમાં ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન મળી જાય છે. જેના કારણે દેશના અનેક પુલની આ સ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટ મુજબ, 2017માં દેશભરમાં 15,514 અકસ્માત પુલ પર થયા હતા. તેમાં 5542 લોકો મૃત્યુ પામ્યા અને 15893 લોકો ઘવાયા હતા. 2018માં પુલ પર 16,125 દુર્ઘટના સર્જાઈ જેમાં 5693 મૃત્યુ પામ્યા અને 16,762 ઘવાયા હતા. એટલે કે 2017ની તુલનાએ 2018માં પુલ પર વધુ 610 અકસ્માત સર્જાયા.
ખરાબ મટીરિયલને કારણે પુલ ખખડી ગયા:
CRRI એ એક 17 રાજ્યોમાં 425 પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ CRRI દ્વારા તૈયાર કરાયો હતો. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. CRRIના રિપોર્ટમાં લગભગ 281 તૃતીયાંશના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા હતા. બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યો છે. મોટા ભાગના પુલનું નિર્માણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ થયું છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે. CRRIએ કહ્યું કે નવા પુલની આ સ્થિતિ નિર્માણમાં લાપરવાહી વર્તવાને કારણે થઈ હતી.જો તાત્કાલિક સમારકામ નહીં કરાવાય તો મોટા ભાગનાં પુલ 10થી 12 વર્ષમાં ધસી પડશે તેવી આશંકા છે. ઉત્તરાખંડના 33 પુલોની તપાસ કરાઈ હતી.
સમારકામ બાદ પણ પુલ પડી જશે:
CRRIનાં રિપોર્ટનાં આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધુ ગુજરાતનાં આશરે 75% પુલ ખરાબ નીકળ્યાં હતા. બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યું હતુ . મોટા ભાગનાં પુલનું નિર્માણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ થયું છે.15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે. CRRIએ કહ્યું કે નવા પુલની આ સ્થિતિ નિર્માણમાં લાપરવાહી વર્તવાને કારણે થઇ હતી. જો તાત્કાલિક સમારકામ નહીં કરાવાય તો મોટા ભાગના પુલ 10થી 12 વર્ષમાં ધસી પડશે તેવી આશંકા છે. 281માંથી 253 ફક્ત 5થી 7 વર્ષ જૂનાં છે.
પુલની પોલમપોલનાં કારણે અકસ્માત થાય છે:
રિપોર્ટ મુજબ, 2017માં દેશભરમાં 15514 અકસ્માત પુલ પર થયા હતા. તેમાં 5542 લોકો મૃત્યુ પામ્યા અને 15893 લોકો ઘવાયા હતા. 2018માં પુલ પર 16125 દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 5693 મૃત્યુ પામ્યાં અને 16762 ઘવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.