ગુજરાતમાં વેવાઈ-વેવાણ ફરીવાર ચર્ચમાં, બંનેના મૃતદેહ ઝાડ સાથે લટકતા મળ્યા

ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બનેલા વેવાઇ-વેવાણની પ્રેમ ક્હાની જેવી જ બીજી એક ઘટના સાબરકાંઠા માંથી સામે આવી હતી. પણ આ કહાનીનો અંત ખુબ જ દુઃખદ આવ્યો છે. વેવાઈ-વેવાણની લાશ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવી છે. વેવાઈ-વેવાણીની હત્યા થઈ છે કે, તેમણે આત્મહત્યા કરી છે તે અંગે હજુ રહસ્ય અકબંધ છે.. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસહાથ ધરી  છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાતના સાબરકાંઠામાં ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ-વેવાણના મૃતદેહ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. દિધીયા ગામની સીમમાંથી બંનેના મૃતદેહ મળતાં પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલી આપ્યા છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મોતનું કારણ હત્યા છે કે પછી આત્મહત્યા તે હજુ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય શું છે તે જાણી શકાશે. હાલ આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ખેડબ્રહ્મા પોલીસ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમને ઘટનાની માહિતી મેળવીને વેવાઈ-વેવાણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ આપ્યું છે. પરંતુ સાચું કારણ શું હોઈ શકે તેની જાણ થઈ નથી. હાલ ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડ્યા છે. હાલ તો જ્યાં સુધી ઘટનાની ગુંથ્થી ના ઉકેલાય ત્યાં સુધી ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગી ગયા હતા. જોકે, બને પહેલેથી જ એકબીજાથી પરિચિત હતા. અને કોલેજ સમયના ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા પણ હતા. બંને સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે, વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. આ લવ સ્ટોરી ગુજરાત સહિત દેશભરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી. અને હાલમાં સાબરકાંઠા માંથી બીજા એક વેવાઈ-વેવાણની લાશ મળી આવતા સ્થાનિક લોકોમાં ચકચાર થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *