Summer vacation in Gujarat school: ગુજરાતની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1 મે થી 4 જૂન સુધી શાળાઓમાં વેકેશન આપવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી 1 મે થી 4 જૂન સુધી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 35 દિવસ બાદ 5 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
ગર્અંમીઓ શરુ થઇ ગઈ છે અને બીજી તરફ હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. તેમણે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં ઉભા થનારા દબાણની અસર થવાની અને કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ એ આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં હિમાલયમાં ભારે હિમવર્ષા થશે તો વરસાદનું ગણિત બગડી શકે છે. તેવી શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેમાં પણ આંધી-વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, આવતી કાલે, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર સાથે સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીના અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. આ સાથે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમદાવાદમાં પણ બે અઠવાડિયા સુઘી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ વરસાદની વધારે સંભાવના નથી.
ગત માર્ચ મહિનામાં કમોસમી વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ શરૂ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.