રાજકોટ/ ધોરાજી નજીક હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ ઝડપે આવતી ઈકો કારે મહિલાને અડફેટે લેતા મોત

Rajkot Hit and Run: રાજ્યમાં હિટ એન્ડ રન( Rajkot Hit and Run )ની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે,જેના કારણે કેટલાક માસુમ લોકોના ભોગ…

Rajkot Hit and Run: રાજ્યમાં હિટ એન્ડ રન( Rajkot Hit and Run )ની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે,જેના કારણે કેટલાક માસુમ લોકોના ભોગ લેવાઈ છે.ત્યારે આજે રોજ ઉપલેટા નજિકકથી જ એવી જ એક ઘટના સામે આવી છે. ધોરાજી-ઉપલેટા હાઇવે પર IITની સામે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે. ધોરાજી – ઉપલેટા હાઈવે પર ITI સામે કારની અડફેટે 42 વર્ષીય સોનલબેન ગંગાજાળીયાનું મોત નીપજ્યુ હોવાની માહિતી સામે આવી છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે પર ઇકો કારની અડફેટે 42 વર્ષની મહિલાનું મોત નીપજ્યુ છે. ત્યારે હાલ ધોરાજી પોલીસે વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઘટના બાદ ડ્રાઇવર થયો ફરાર
રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વચ્ચે હિટ એન્ડ રનની ઘટનાએ એક મહિલાનો જીવ લીધો. અહી હાઇવે પર આવતી કારે મહિલાને અડફેટે લેતા, મહિલાનું મોત નિપજ્યું છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે ITI ની સામે આ ઘટના બની હતી. અહીં ઓવર સ્પીડમાં આવતી ઈકો કાર 42 વર્ષીય મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંતી હતી, જેના કારણે મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના રહેવાસી હતા. મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે આ હિટ એન્ડ રનમાં મહિલાનું અચાનક મોત થતા પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે.

હોટલમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા
મૃતક મહિલાની ઓળખ સોનલબેન ગંગાજાળિયા તરીકેની થઇ છે. જે ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમા રહેતા હતા અને હોટલમાં રસોઇ બનાવવાનું કામ કરતા હતા. રાત્રિના સમયે તેઓ હોટેલથી કામ કરીને પરત ફરતા હતા ત્યારે તેઓ કારની રફતારનો ભોગ બનતા મોતને ભેટ્યાં. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ અહીંયા આ પ્રકારની ઘટના સામે આવી હતી
થોડા મહિના પહેલા પણ ધોરાજીના ઉપલેટા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઉર્ષના મેળામાં આવેલા ઉપલેટાના ગુલાબહુશેન જલાલભાઈ માણસીયા અને આદીલભાઈ અશરફભાઈ કચ્છી મેળામાંથી પરત ઉપલેટા જતા હતા. ત્યારે કાર સાથે અકસ્માત થતાં જેમાં અભિષેક ભીખાભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૪ રહે. સનાળાવાળા)ને ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નીપજ્યુ હતુ.

જ્યારે ગુલાબહુશેન જલાલભાઈ માણસીયા (ઉ.વ 50, રહે. ઉપલેટા, મુળ વાંકાનેરવાળા)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મોત થયેલ હતું. તેમજ અન્ય અફઝલ હનીફ કુરેશી (ઉ.વ.25, રહે.સોળવદરવાળા)ને ગંભીર ઈજાઓ થતાં રીફર કરાયા હતા તેમજ અન્ય એક આદિલ અશરફ કચ્છી (ઉ.વ.25)ને ઈજાઓ થતાં તેઓને રીફર કરાયા હતા. અકસ્માતની જાણ થતાં માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ દોડી આવી પોતાની સેવા બજાવી હતી.