સુરતમાં 20 વર્ષીય યુવાને રાજસ્થાન મા-બાપને મળ્યા બાદ જિંદગી ટૂંકાવી, જાણો આપઘાત પાછળનું કારણ

youth died by suicide in Surat: સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરના ટોઇલેટમાં આપઘાત…

youth died by suicide in Surat: સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરના ટોઇલેટમાં આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં (Another youth died by suicide in Surat) શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજસ્થાન પરિવારને મળવા ગયો હતો.

ત્યાર 4 દિવસ પહેલાં સુરત આવીને ટોઇલેટના એંગલમાં કાપડનો ટુકડો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. પરિવારમાં મૃતક યુવક સૌથી નાના દીકરો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આપઘાત પાછળનું કારણ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્ર ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ શહેરના અડાજણ વિસ્તારમાં એક કિશોરીએ આપઘાત કર્યો હતો.

આપઘાત કરનાર યુવક કોણ છે?
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો અને હાલ રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે 20 વર્ષીય રામચંદ્ર નારાયણ મવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે ભાઈ છે. પરિવાર રાજસ્થાનમાં રહે છે. રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં બે મહિના પહેલા જ આવ્યો હતો. સુરતમાં છૂટક મજૂરીકામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરી રહ્યો હતો.

સુરત આવ્યાના ચોથા દિવસે આપઘાત કર્યો 
રામચંદ્ર ઉત્તરાયણ પર પોતના વતન પરિવારને મળવા ગયો હતો. ત્યાર બાદ ચાર દિવસ પહેલાં જ સુરત પાછો આવ્યો હતો. ગઈ કાલે રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોઇલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ મકાનમાલિકને થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. હાલ તો રામચંદ્રના આ આપઘાતને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. આ સાથે પરિવારનાં નિવેદન પણ લેવામાં આવ્યું છે. પરિવારે સૌથી નાનો દીકરો ગુમાવતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

યુવક 2 મહિનાથી ભાડા પર રહેતો હતો
ઘટના અંગે ઘરના માલિક ફૈઝાન પઠાણે જણાવ્યું છે કે તેમના ઘરમાં એક બાળકે ફાંસો ખાઈ લીધો છે. યુવક બે મહિનાથી રામચંદ્રમાં રહેતો હતો. તે ડેમ પર ડ્રેનેજનું કામ કરવા જઈ રહ્યો હતો. ગઈકાલે બપોરે 2.30 કલાકે તેણે બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. યુવકે કોઈ નશો વગેરે નશો કર્યો હતો.