રાજ્યમાં સ્કૂલો-કોલેજો ખૂલવા અંગે શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણી લો ક્યારે ખૂલશે

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસની સ્થિતિ હાલ કાબુમાં છે ત્યારે રાજ્યની સ્કૂલો- કોલેજે ખોલવા મામલે નવા અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં વર્ષ 201ની શરૂઆતમાં એટલેકે જાન્યુઆરી મહિનામાં સ્કૂલો-કોલેજો ખોલવા મુદ્દે શિક્ષણમંત્રીએ સંકેતો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રીએ આમામલે જણાવ્યું છે કે, હાઈલેવલ કમિટી આ બાબતે મહત્વની ચર્ચા- વિચારણા કરશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. નોંધનીય છે કે કોરોના વાયરસના કહેરથી ઘણા મહિનાઓથી રાજ્યની સ્કૂલો-કોલેજો હાલ બંધ છે.

હાઈલેવલ કમિટી આ બાબતે વિચારણા કરશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે
દિવાળી બાદ 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો-કોલેજો શરૂ કરવા જાહેરાત થયા બાદ કોરોનાના કેસો વધતા સરકારે નિર્ણય પાછો ખેંચ્યો હતો. પરંતુ હવે ફરીથી સ્થિતિ કાબુ હેઠળ છે અને કેસો ઘટયા છે. ત્યારે સ્કૂલો- કોલેજો ક્યારથી ખોલવી તે હજુ નક્કી નથી. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, હાઈલેવલ કમિટી આ મુદ્દે તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી ચર્ચા કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાશે
ગુજરાતમાં કોરોનાના ૧ હજારથી ઓછા કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૦ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૩૯,૧૯૫ છે. હાલમાં ૧૦,૮૪૧ એક્ટિવ કેસ છે જ્યારે ૬૬ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક ૧૧ હજારથી નીચે આવ્યો હોય તેવું ૧૩ જુલાઇ એટલે કે ૧૬૪ દિવસ બાદ પ્રથમવાર બન્યું છે.ગુજરાતમાં એક મહિના અગાઉ ૨૪ નવેમ્બરના એક્ટિવ કેસનો આંક ૧૪૦૪૪ હતો. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૨૬૨ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *