સુરતમાં ફરીએકવાર સર્જાઈ તક્ષશિલા જેવી ઘટના, અહિયાં પણ ભયંકર આગ લગતા લોકોને ચોથા માળેથી… -જુઓ વિડીયો

સુરતમાં દિનપ્રતિદિન આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક વખત સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી…

સુરતમાં દિનપ્રતિદિન આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક વખત સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી એપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારીનો સહારો લઈને જોખમી રીતે નીકળવાનું પસંદ કર્યું હતું. બારીમાંથી બીજા ફ્લેટમાં ગયા હોવાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા એપાર્ટમેન્ટમાં મીટરપેટીમાં આગ લાગી ગઈ હતી, જેથી ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. જેથી લોકોએ જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતા.

ફાયરબ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

ગત રાત્રે મિલમાં આગ લાગી
અત્રે ઉલેખનીય છે કે, GIDC વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારની GIDC માં ગઈકાલે રાત્રે આગ લાગતા ફાયર વિભાગે પરસેવો પાડવો પ્ડ્ય્પો હતો. સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ થતા તમામ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ફાયર વિભાગનો એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *