તમે બધા જાણોછો કે, દેશમાં અવારનવાર છેડતી, બળાત્કાર જેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે તેવો જ એક કિસ્સો દિલ્લીના વાલ્મીકી સમાજ નો સામે આવ્યો છે, દિલ્હીમાં વાલ્મિકી સમાજની 9 વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મને લઈને દેશભરના વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સુરતના રામપુરામાં આવેલા વાલ્મિકી નગરમાં આ દુષ્કર્મ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
વાલ્મિકી નગર ખાતે લોકોએ પોસ્ટર અને બેનર સાથે એકત્રિત થઈને ન્યાયની માંગણી કરી હતી. સમાજના લોકોએ ઉગ્ર રીતે ઝાડ ઉપર આરોપીના પૂતળાને લટકાવીને ફાંસીની સજા આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. અંદર થોડા દિવસ અગાઉ યુપીના હાથરસમાં બનેલી ઘટના હોય કે દિલ્હીમાં તાજેતરની દુષ્કર્મની ઘટના હોય તેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. વિશેષ કરીને કોઇપણ બાળકી ઉપર બળાત્કારીઓ આ પ્રકારે સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરતા હોય અથવા તો બળાત્કાર જેવી ઘટનાને દોશ આપીને તેની હત્યા કરી નાખતા હોય છે.તે ખરેખર સભ્ય સમાજ માટે ખૂબ જ દુઃખદ અને નિરાશાની વાત છે.
બળાત્કારીને સજા: વાલ્મીકી સમાજ
આ અંગે વાલ્મિકી સમાજના સંચાલક કિરીટ વાઘેલાના જણાવ્યા મુજબ,અવારનવાર દેશમાં બળાત્કાર, છેડતી જેવી ઘટનાઓ બનતી હોય છે.દિલ્હીમાં 9 વર્ષની બાળકીને પીંખીને તેની કરુણ હત્યા કરી દેવામાં આવી છે તે આ સમગ્ર દેશ માટે ખુબજ શરમજનક બાબત છે. નીચ વર્ગ ના લોકો દલિત સમાજની યુવતીઓ અને બાળકોને ટાર્ગેટ કરીને આ પ્રકારનું દુષ્કર્મ આચરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે, તેવો જ એક વાલ્મીકી સમજનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને લઈને વાલ્મિકી સમાજની લાગણી સમયે સમયે દુભાતી જાય છે, પરંતુ ક્યારેય વાલ્મીકી સમાજ ના લોકો ને ન્યાય મળ્યો નથી.બાકી મહિલા અને બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા આપવી જોઈએ. તેમજ સમગ્ર કેસની સિબિઆઇ તપાસ હાથધરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.