ભાવનગરના શિક્ષકે કર્યો જાદુ: જૂની ખટારા બાઈકમાંથી બનાવી ઇલેક્ટ્રિક બાઇક- જાણો એની ખાસિયતો

સમગ્ર દેશમાં  પેટ્રોલના ભાવ આસમાની કિંમતે પહોંચ્યા છે ત્યારે જે રીતે પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે એ સામાન્ય વ્યક્તિને પરવડે એવો નથી. સરકાર પ્રદૂષણ અટકાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે તથા સબસિડી આપી રહી છે.

રાજ્યમાં આવેલ ભાવનગરના એક શિક્ષકે પોતાની સૂઝબૂઝથી એક જૂની બાઈકને મોડિફાઈડ કરીને ઇલેક્ટ્રિક બાઈક બનાવવામાં આવી છે. આની સાથે જ આવનાર દિવસોમાં આ શિક્ષક બાઈકમાં GPS સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.

આર્થિક સંકડામણ વધતાં આવો વિચાર આવ્યો:
ભાવનગર રિંગ રોડ નજીક બરસાના સોસાયટીમાં રહેતા હિમાંશુ વ્યાસ શાળા દ્વારા પણ તેમની આ આવડતને બિરદાવવામાં આવી હતી. કોરોનાકાળમાં મધ્યમવર્ગીય લોકોની જેમ તેમની પણ સ્થિતિ કફોડી બની ગઈ હતી. 7 વર્ષ અગાઉ પિતાની છત્રછાયા ગુમાવેલ હિમાંશુભાઈના પરિવારમાં માતા, પત્ની અને બહેન છે.

જેને લીધે આર્થિક સકડામણ ઊભી થઇ હતી. પેટ્રોલના સતત વધતા જતા ભાવવધારાએ બજેટ ખોરવી નાખ્યું હતું કે, જેથી તેમને ઇલેક્ટ્રિક બાઈક બનાવવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર અજમાવ્યો અને એમાં એમને સફળતા મળી હતી. જેને બિરદાવવામાં આવી હતી.

રસના ક્ષેત્રમાં રોજગારી શોધી:
શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાનાં ક્ષેત્રમાં રોજગારી મેળવીને આગળ વધી એમાં સફળતા હાંસલ કરી છે. E-BIKE બનાવ્યા પછી હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત પ્રમાણે GPS વિના વાહન ક્યાંય પણ હોય એનું LOCATION કેમ જાણી શકાય એના માટે મહેનત કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ ફક્ત પેટ્રોલના સતત વધતા જતા ભાવવધારામાં મધ્યમવર્ગને આર્થિક ભારણ ઓછું કરવાનો રહેલો છે.

પિતાની બાઇકને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી:
ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનો વિચાર મનમાં આવ્યો હતો. હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાની શરૂઆત કરી હતી. એમાં તેમને સફળતા પણ મળી હતી. હવે તેમણે લિથિયમ આઇઓએન (Lithium – ion) બેટરી દ્વારા બાઇક-કાર બનાવવાની પણ શરૂઆત કરી છે.

જો કે, હાલમાં હિમાંશુભાઈએ e- Bike બનાવી છે. 100 રૂપિયા પેટ્રોલના ભાવની સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. બેટરી ચાર્જ કર્યા પછી 150 km આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈપણ બાઇકમા અંદાજે 30,000 રૂપિયાનો ખર્ચ કરવાથી e- Bikeમાં તબદિલ થઈ જાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં જે બાઈક બનાવી એમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે, જેમાં 3થી 4 કલાકમાં જ ચાર્જિંગ થઈ જાય છે, જ્યારે લેડ એસિડ બેટરીને 8 કલાક જેટલો સમય લાગે છે એટલે એને આખી રાત ચાર્જિંગમાં મૂકવી પડે છે.

લિથિયમ બેટરીનું આયુષ્ય વધારે રહેંલુ છે કે, જેમાં 5થી 7 વર્ષ સુધી કોઈપણ જાતનો વાંધો આવતો નથી, જ્યારે લેક એસિડ બેટરી જો 1થી 2 મહિના સમયગાળામાં તમે બાઈક ચલાવો નહીં તો બંધ થઈ જાય છે. આ લિથિયમ બેટરી 6 માસ સુધી પણ પડી રહે તો કોઈ જાતનો વાંધો આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *