જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરતી યુવતી પર તેના જ મિત્રો દ્વારા કરવામાં આવ્યો બળાત્કાર

Published on: 8:26 pm, Wed, 23 June 21

આપણે જાણીએ છીએ કે, હાલમાં દિવસેને દિવસે બળાત્કારના કેસો વધી રહ્યા છે. આવા સમયમાં યુવતીઓ એક પણ રીતે ખતરાથી બહાર નથી. યુવતીઓ હવે તો બહાર એકલા જવાથી પણ ડરે છે. આ દરમીયાન કોલકાતામાંથી ફરીવાર એક બળાત્કારનો કેસ સામે આવી રહ્યો છે. જેમાં પાર્ટીમાંથી પરત ફરી રહેલી યુવતી પણ ગુજારવામાં આવ્યો બળાત્કાર.

પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મદિવસની પાર્ટીથી પરત ફરતી 20 વર્ષીય યુવતીની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવતી જ્યારે તેના મિત્ર સાથે કારમાં પરત આવી રહી હતી ત્યારે તેના મિત્રોએ તેની છેડતી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. આ ઘટના જાધવપુર અને કોલકાતાના ભવાનીપુર વિસ્તારની વચ્ચે બની છે, જ્યાં વધુ પોલીસ તૈનાત છે.

આ 20 વર્ષની યુવતી તેના મિત્ર સાથે બર્થડે પાર્ટીમાં ગઈ હતી. જ્યારે તે પરત ફરી રહી હતી, ત્યારે બે મિત્રો તેની સાથે હતા. તે બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ સમય દરમિયાન મહિલાએ બુમો પડી હતી, પરંતુ કોઈ મદદ માટે આવી શક્યું ન હતું. ત્યારબાદ લગભગ 5 કી.મી. આવીને તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને યુવકો પર ગુનો નોંધ્યો છે.

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચાલતા વાહનમાં દુષ્કર્મનો મામલો પહેલા પણ બન્યો હતો, ત્યારબાદ ભારે હોબાળો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle