હાલ ગુજરાત સહીત સમગ્ર ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકો 21 દિવસ માટે ઘરમાં કેદ થઇ ચુક્યા છે. આટલી ગંભીર પરિસ્થતિ હોવાને કારણે પણ લોકો ઘરની બહાર એવી રીતે નીકળી રાહ્ય છે કે જેમ કઈ થયું જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આટલા સમજવા છતાં પણ ઘણા લોકો બહાર ગાર્ડન માં ફરતા હોય તેમ ફરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ આખા દેશને લોકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના બહાને લોકો ઘરની બહાર નીકળી પડે છે. અમદાવાદ શહેરમાં કાળાબજારીઓનો પણ ધંધો ફાટી નીકળ્યો છે. ત્યારે હાલ લોકડાઉનને લઈને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. લોકડાઉનના કારણે કરિયાણાના ભાવમાં વધારો થયો છે. તેના ભાવ આ મુજબ થઇ ગયા છે.
કરિયાણાના ભાવ:
તુવેરદાળ: રૂ.90થી વધીને રૂ.110 પ્રતિકિલો
મગળદાળ રૂ.120,મોગરદાળ રૂ.130 પ્રતિકિલો
ચણાદાળ: રૂ.130,મસૂરદાળ રૂ.75 પ્રતિકિલો
દેશી ચણા: રૂ.65,વટાણા રૂ.140થી રૂ.150 પ્રતિકિલો
વટાણા: રૂ.140-150,મગ રૂ.120થી 130 પ્રતિકિલો
ઘઉંના ભાવ: રૂ.4થી 5નો પ્રતિકિલોનો વધારો
મગદાલ :95 રૂપિયાની 120 થઈ
મગનિમોગર: 110ની 130 રૂપિયા થયાં
મસૂર દાળ: 70ના 75 રુપિયા કિલો થયા
દેસી ચણા: 55ના 65 રૂપિયા થયાં
કાબુલી ચણા: 70ના 80 રૂપિયા થાય
મગ: 100 ના 120-130રૂપિયા
સુરત શાકભાજીના ભાવ:
બટાટા 35ના 1 કિલો
ડુંગરી 30ના 1 કિલો
ટામેટા 27ના 1 કિલો
રીંગણાં 40ના 1 કિલો
કોબી 8ના એક નંગ
ફ્લાવર 18નો દડો
ભીંડો 52ના 1 કિલો
લસર 140ના 1 કિલો
સિમલા મરચા 56ના 1 કિલ્લો
લીબુ 56ના 1 કિલો
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/