કોરોના સામે ઝૂક્યું ગુજરાત- વધુ એક શહેરે સ્વયં લોકડાઉનનો લીધો મોટો નિર્ણય

હાલમાં પૂરા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આપણા રાજ્યમાં પણ કોરોનાથી સંક્રમિત લોકોનાં કેસ પણ સતત વધતાં જાય છે. આવાં સમયગાળામાં મોટાભાગનાં શહેરોએ ફરી એકવાર લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

કોરોના કહેરની વચ્ચે ગુજરાતમાં આવેલ પાટણ શહેરમાં બુધવારથી 1 વાગ્યા સુધી સ્વેચ્છિક બજારો ખુલવાની જાહેરાત કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા બાદ તમામ બજારો બંધ જ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકાએ આ એક મોટો નિર્ણય લીધો હતો. 31 જુલાઈ સુધીમાં પાટણમાં ધંધા-રોજગારનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.

પાટણ પછી હવે ગઢડામા પણ કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, ત્યારે કોરોનાનુ થતું સંક્રમણ અટકાવવા માટે ગઢડા વેપારી એસોસિએશન દ્વારા 31 જુલાઈ સુધી રોજ બપોરના 3 કલાકથી નાના-મોટા ધંધા-રોજગાર, લારી-ગલ્લા સહિતના તમામ વેપારોને બંધ રાખવાનો નિર્ણય થતાં આજે ગઢડા સજજડ બંધ રહ્યુ હતું.

બોટાદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. બોટાદ શહેરમા તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા સહિતનાં તાલુકામાં પણ પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ 193 પોઝીટીવ કેસ નોધાયા છે, તેમાંથી કુલ 111 લોકો સારા પણ થઈ ગયા છે, જેમા આજ સુધીમાં જિલ્લામાં કુલ 7 દર્દીઓના મોત પણ થયા છે, જયારે હાલમાં કુલ 75 પોઝીટીવ કેસ છે. સાળગપુર અને ભાવનગરની હોસ્પિટલમા સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.

આમ, સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જ રહ્યો છે, જયારે ગઢડા શહેરમા પણ કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે, ત્યારે ગઢડાના વેપારી એસોસીએશન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.

જેમા દરરોજ બપોરના 3 વાગ્યાંથી બધાં જ નાના તેમજ મોટા વેપાર-ધંધા-રોજગારને બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે પણ ગઢડા બપોરના 3 વાગ્યાંથી વેપારીઓએ પોતાના ધંધા-રોજગારને બંધ રાખીને સ્વેચ્છાએ જ લોકડાઉન રાખ્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે, પાટણમાં પણ બુધવારથી રોજ 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી બધાં જ ધંધા-રોજગારનાં સમયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ વધતા જ નગરપાલિકાએ આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં પાટણ શહેરમાં કુલ 240 કેસ નોંધાયા છે.

પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈને અગત્યની બેઠક મળી હતી. પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ સતત વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા માટે આ મીટીંગ મળી હતી. બેઠકમાં પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમા આવતીકાલથી એટલે તારીખ 22-7 થી 31-7 સુધી બધાં જ  ધંધા-રોજગાર બપોર 1 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું થતું સંક્રમણ અટકાવવા માટે કુલ 10 દિવસનું બપોર પછી સ્વૈચ્છીક રીતે લોકડાઉન આપવામાં આવ્યું છે. પાટણ શહેરમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 240 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *