Gujarat Weather Forecast: જો વાત કરવામાં આવે તો આ વખતે ઉનાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર ભરઉનાળે કમોસમી વરસાદ (Rain forecast) ખાબકી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. ખાસ કરીને આ વખતે શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ પરંતુ તેના બદલે ઉનાળામાં આવી રહ્યાં છે. જેને લીધે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટી (Pre-monsoon activity)ના ભાગરૂપે વરસાદ ખાબકી શકે છે. સામાન્ય રીતે ગંગા-જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. પરંતુ આ વખતે મે મહિનામાં પણ હવામાન (Gujarat Weather Forecast)માં પલટો આવી શકે છે.
ચોમાસું હવે નજીક આવી રહ્યું છે, પરંતુ તે પહેલા જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. ફરી એકવાર ગુજરાત પર માવઠું ત્રાટકવા જઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર માવઠાને લઈને આગાહી કરવામાં અવી છે. મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તેમજ લોકોની કાળજાળ ગરમીથી પણ મુક્તિ મળશે.
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવતા કહ્યું હતું કે, મે મહિનાના અંત સુધીમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ જુદા જ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણવામાં આવે છે.
અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.
અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે, વાવાઝોડું જૂનના પ્રથમ સપ્તાહમાં અરબ સાગરમાં સક્રિય થશે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભારે પવન અને વંટોળ ફૂંકાવાની શક્યતા સેવવામાં આવી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.