હવામાન વિભાગની સાંબેલાધાર આગાહી: મેઘ તાંડવ માટે તૈયાર રહે ગુજરાતીઓ! ઓગસ્ટમાં થશે જળબંબાકાર

Gujarat weather forcast: ગુજરાતમાં આ વર્ષ વરસાદ બંધ થાવનું નામ જ નથી લેતું,કારણ કે રોજ-રોજ નવી નવી સિસ્ટમ બન્યા જ કરે છે. તેમાં આજે એમાં ગુજરાતના હવામાન વિભાગ રાજ્યના(Gujarat weather forcast) દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.જયારે અમદાવાદ સહિતના ભાગોમાં હાલ પ્રમાણે જ હળવો વરસાદ રહી શકે છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે ઘણી સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આજે અને આવતીકાલે ગુજરાત રાજ્યમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા પવનનું જોર વધુ છે, પશ્ચિમ બંગાળની ઉપર જે ડીપ ડિપ્રેશન છે જેની પણ અસર ગુજરાતમાં ભારે પવન સાથે થઈ રહી છે. જોકે, આ સિસ્ટમની અસર વરસાદની દ્રષ્ટિએ ગુજરાત પર થવાની સંભાવના નથી કારણ કે તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારે પવન જેના કારણે દક્ષિણ ગુજરાતના એકાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તે સાથે ગુજરાતના ઉત્તર સહિતના ભાગોમાં વરસાદની કેવી સ્થિત રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આજે જણાવવામાં આવશે, હાલ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દક્ષિણ ગુજરાતની જેમ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

ડૉ. મોહંતીએ રાજ્યના હવામાન અંગે વાત કરી જેમાં અમદાવાદમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તે અંગે પણ ઘણી શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં હળવા વરસાદના સ્પેલ થવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે શહેરમાં પાછલા કેટલાક દિવસથી વરસાદી હળવા ઝાપટાં થઈ રહ્યા છે તે પ્રમાણેની સ્થિતિ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આજની આગાહીમાં ભારે વરસાદ અને દરિયામાં જે હલચલ છે તેના કારણે માછીમારોને રવિવાર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે હમણા દરિયો તોફાની રહી શકે છે જેથી માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *