Ambalal Patel Prediction About Rainfalls: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ પોતાની બીજી ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગે પણ આવનાર ત્રણથી ચાર દિવસ દરિમયાન ગુજરાત(Ambalal Patel Prediction About Rainfalls) પર ભારે હોવાનું અનુમાન પણ લગાવ્યું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છેકે, આગામી ત્રણ થી ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ત્યારે આ દરમ્યાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક આગાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવી શકે છે. આગામી તારીખ 7 જુલાઈથી 12 જુલાઈ વરસાદની દ્રષ્ટ્રીએ ગુજરાત પર ભારે રહેશે.
ગુજરાતના આ વિસ્તારોમાં આવશે પૂરઃ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પુર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.તારીખ 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે ભારે વરસાદની સંભાવના છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં ભારેથી અતિભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતમાં એની અસર જોવા મળશે.
કયા જિલ્લામાં વિનાશ વેરી શકે છે વરસાદ?
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તેથી આ વિસ્તારોમાં પુરનું જોખમ સૌથી વધારે રહેશે. પુરના કારણે આ જિલ્લાઓમાં ભારે નુકસાની પણ થઈ શકે છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. મહેસાણા, કડી, બેચરાજી, વિસનગર, સિદ્ધપુર, પાલનપુર, ડીસા અને થરાદમાં પણ ભારે વરસાદથી અતિભારે વરસાદની સંભાવના છે. તારીખ 7 થી 12 જુલાઈ વચ્ચે મહેસાણામાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની જયારે બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદની સંભાવના છે.
વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાબરમતી નદી બે કાંઠે વહેશે. વડોદરા, આણંદ, તારાપુર, પેટલાદ, સાવલી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂરની શક્યતા છે. મધ્યપ્રદેશના ભારેથી અતીભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થઇ શકે છે. તાપીમાં નદીઓનું જળસ્તર વધશે. આ વરસાદનું વહન દરિયાકિનારે વહેણ આવી પહોંચતા દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. વરસાદ ગજવીજ અને વીજ પ્રાપાત થશે. હવામાન વિભાગના આદેશ મુજબ સચેત રહેવું યોગ્ય રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube