આજના સમયમાં અનેક લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવનવી શોધ કરતા થયા છે ત્યારે આવી જ અન્ય એક નવીન શોધને લઈ સમાચાર સામે આવ્યા છે. આજની ફટાફટ જીવાતી જિંદગીમાં દરરોજ જમવાનું બનાવવું એ એક ખુબ મોટો ટાસ્ક થઇ ગયો છે ત્યારે મોટાભાગના કામ કરતા વ્યાવસાયિકોને રસોઈ કરવા માટે સમય મળતો નથી.
એવા પણ કેટલાક લોકો હોય છે જેઓ પ્રયાસ કરે છે પરંતુ તેઓ જે પ્રકારનું ભોજન ખાવા માંગતા હોય છે એવું તૈયાર કરી શકતા નથી. ઘણીવખત ખોરાકમાં મીઠું, તેલ તથા મસાલાનું પ્રમાણ ઓછું-વધુ બને છે. જેનાથી બચવા માટે, તે લોકો કેન્ટિનન અથવા તો હોટેલનું ભોજન ખાવાનું પસંદ કરતા હોય છે. ખુબ થોડા દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગતી હોય છે.
જો તમારી પસંદગીનો ખોરાક ખુબ ઓછા પ્રયાસ વિના ખુબ ઓછા સમયમાં રાંધવામાં આવે તેમજ જાતે જ તૈયાર કરવામાં આવે તો કેવું લાગે? શું તે એક અનોખો વિચાર નથી? ગુજરાતમાં આવેલ એક નાનકડા ગામ કંટવાના રહેવાસી યતિન વરાછિયાએ આવું જ એક અદભૂત મશીન બનાવ્યું છે કે, જે આપમેળે કોઇપણ વાનગીને થોડીવારમાં તૈયાર કરે છે. આ મશીનનું નામ NOSH છે. જે 120 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકે છે.
ગુજરાતના નાનકડા ગામના યુવાને તૈયાર કર્યુ મશીન:
NOSH નામનાં આ Automatic Cooking Machineને બેંગ્લોરનાં એક સ્ટાર્ટઅપ Euphotic Labsનાં સહ-સંસ્થાપક, યતિન વરાછિયા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ અંગે તેઓ જણાવે છે કે, ઘરેથી દૂર રહીને ખુબ સારું ખાવાના શોખને લીધે તેમને આ મશીન બનાવવાની પ્રેરણા મળી છે.
તેઓ ગુજરાતનાં એક નાનકડા ગામ કંટવાનો રહેવાસી છે. વર્ષ 2008માં અભ્યાસ કરવા માટે બેંગ્લોર આવ્યા હતા. આની સાથે જ તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. જયારે કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓની સાથે કામ પણ કર્યુ છે. આ વર્ષો દરમ્યાન તેઓ સારું ખાવાનું ખાવા માટે તડપી રહ્યા હતા તેમજ રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ખાઈને કંટાળી ગયા હતા.
વારંવાર બહારનું ખાવામાં થતી હતી તકલીફ:
યતીન જણાવે છે કે, આ સમસ્યાને દૂર કરવા કાયમી ઉકેલ શોધવા માંગતો હતો. હું ઇચ્છતો હતો કે, આપણે એવું મશીન બનાવીએ કે, જેની મદદથી વાનગીઓ ખુબ ઓછા પ્રયત્નો તેમજ ખુબ ઓછા સમયમાં તૈયાર કરી શકાય. ત્યારબાદ મિત્રોમી સાથે મળીને આ વિચાર અંગેની વાત કરતા મિત્રોને પણ આ જ સમસ્યા હતી. તેઓને પણ સારી વાનગીઓ ખાવામા તકલીફ પડતી હતી. રેસ્ટોરન્ટનું ફૂડ વારંવાર ખાવાથી તેમનું પેટ ખરાબ થઈ જતું હતું.
વર્ષ 2017માં આવ્યો વિચાર:
વર્ષ 2017માં, યતીન તેમજ તેના મિત્રો પ્રણવ રાવલ, અમિત ગુપ્તા તથા સુદીપે એક એવું ઉપકરણ બનાવવાનો વિચાર કર્યો હતો કે, જે ખોરાક રાંધે કે, જેનાથી તેમના જેવા લોકોની સમસ્યા હલ થાય. આની માટે અમે બધાએ મળીને 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેને સરકાર તરફથી ટેકો પણ મળ્યો હતો. તમામ વ્યક્તિએ આની સાથે ઘણા પ્રયોગો કર્યા તેમજ 6 પ્રકારના પ્રોટોટાઇપ બનાવ્યા પછી આ મશીન બન્યું હતું.
જેને બનાવવા માટે તેમને અંદાજે 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ મશીન માઇક્રોવેવ જેવું લાગે છે. જેમાં તેલ, મસાલા તથા પાણી માટે અલગ સ્લોટ રાખેલ છે. શાકભાજી, ચીઝ અથવા તો માંસ માટે એક ટ્રે છે. જેમાં કાચી વસ્તુઓ ઉમેર્યા બાદ, તમારે પસંદગી પ્રમાણે વાનગી પસંદ કર્યા બાદ આ વાનગી તૈયાર થઇ જાય છે.
આ મશીન પણ વાનગી બનાવવા માટે સામાન્ય માણસ જેટલો સમય લે છે. ઉ.દા. તરીકે, આ મશીન પોહા બનાવવા માટે 15 મિનિટ તેમજ પનીરની વાનગી બનાવવા માટે 35 મિનિટનો સમય લે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી.
આ મશીન મોબાઇલ એપ દ્વારા ચાલે છે:
આ મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે તેમજ મોબાઇલ એપ્લીકેશન દ્વારા ચાલે છે. આની સાથે તે પનીર, ફિશ કરી, પોહા, ગજરનો હલવો, ઉપમા, બિરયાની, કઢાઇ પનીર, ચિકન ખુરચન, લસણની પ્રોન તેમજ પાસ્તા જેવી વાનગીઓ તૈયાર કરી શકે છે. તમારા સ્વાદ પ્રમાણે નવી વાનગીઓ પણ ઉમેરી શકાય છે.
જો કે, આ મશીન બનાવવું સરળ ન હતું. આને બનાવવા માટે યતિન તેમજ તેના મિત્ર અમિતે ખુબ ટ્રાયલ તથા પ્રયોગ કરવા પડ્યા હતા. વાનગી પ્રમાણે આ મશીન તૈયાર કરવું ખૂબ જ અક્ઘ્રુ હતું. જેમ કે, સોજી શેકવા માટે, આપણે તેને લાંબા સમય સુધી આપણા હાથથી હલાવવું પડશે અથવા તો ડુંગળી જેવી શાકભાજીને પણ સાંતળવા માટે ઘણીવાર હલાવવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આવી વસ્તુઓ બનાવવા માટે, મશીન તે મુજબ ગોઠવવું પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.