રામ મંદિર નિર્માણ નિધિમાં દેશભરમાં ખોબલા ભરીને દાન આવી રહ્યું છે. રામ મંદિર માટે લોકો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આવામાં ગુજરાતીઓ પણ મોખરે છે. આ દરમિયાન વાપી જીઆઈડીસીના અગ્રણી અને પાયાના ઉદ્યોગપતિ એવા રજ્જુ શ્રોફે રામ મંદિર માટે 5 કરોડનું દાન કર્યું છે.
વાપીની UPL લિમિટેડનાં ચેરમેન રજ્જુ શ્રોફ દ્વારા રામ મંદિર સર્મપણ નિધિ કાર્યક્રમમાં 5 કરોડનું દાન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને પદ્મભૂષણના સર્વોચ્ચ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
રજ્જુભાઈ શ્રોફ તેમજ તેઓના પરિવારજનો દ્વારા રામ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા 5,00,00,000નું સમર્પણ કરવામાં આવ્યું હતું. રજ્જુ શ્રોફ વલસાડ જિલ્લા રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેન પણ છે.
રજ્જુ શ્રોફની કંપની યુપીએલ લિમિટેડ એશિયાની પેસ્ટીસાઈડ્સ બનાવતી કંપનીઓમાંની એક ટોચની કંપની છે. વાપીમાં ઉદ્યોગોનો પાયો નાંખવામાં રજ્જુ શ્રોફનો ઘણો મોટો ફાળો છે. તેઓ ઉદ્યોગ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ સંકળાયેલા છે.
વાપી એસ્ટેટમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે તેમનું મોટું યોગદાન છે. આ ઉપરાંત વાપીમાં જીઆઇડીસીની રોફેલ કોલેજ, જ્ઞાનધામ સ્કુલ, રોટરી કલબનો પાયો પણ તેમના હસ્તે નાખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle