આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. આવામાં અનેક વખત એજન્ટો દ્વારા ફ્રોડ કરવામાં આવે છે, આવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા જ હશે.
હાલ આવો જ એક કિસ્સો તાલાલાના નીરવ સાથે સર્જાયો છે. એક નાના એવા ગામ પીપળવામાં રહેતો નિરવ વિદેશી પૈસા કમાવાની ઘેલસામાં અમદાવાદના એક એજન્ટ મારફત દુબઈ ગયો હતો. દુબઈ ગયા બાદ નિરવને વધુ પૈસા કમાવવા માટેની લાલચ આપવામાં આવી અને ત્યાંથી મ્યાનમાર લઈ જવામાં આવ્યો હતો.
મ્યાનમાર લઈ ગયા બાદ નિરવને એક ફ્રોડ કંપનીના ચુંગાલમાં એવી રીતે ફસાવવામાં આવ્યો કે વધુ પૈસા કમાવાની વાત તો દૂર તેના પરિવારને પૈસા ભરીને નીરવને કંપનીના ચુંગાલમાંથી બહાર કાઢવો પડ્યો હતો. તાલાલા તાલુકામાં આવેલા પીપળવા ગામમાં વસ્તા જગમાલ બામરોટિયાનો પુત્ર નીરવ વિદેશી ડોલર કમાવાની લાલચમાં અમદાવાદના એજન્ટ મારફત દુબઈ નોકરી કરવા માટે ગયો હતો.
નીરવે દુબઈ પહોંચીને લગભગ ત્રણ મહિના જેટલી નોકરી કરી હશે, ત્યારબાદ નિરવની લાલચ આપવામાં આવી કે તેને થાઈલેન્ડમાં અહીંયા કરતા પણ વધુ પગાર આપવામાં આવશે. આવી લાલચ આપીને નિરવને થાઈલેન્ડની બદલે મ્યાનમાર મોકલી દેવામાં આવ્યો હતો. નીરવને મ્યાનમારમાં આવેલા યાંગોન શહેરમાં ફેંગયાન્ગ કંપની લિમિટેડમાં મોકલવામાં આવ્યો હતો.
જયારે નીરવને ખબર પડી કે આ કંપની ફ્રોડ કરી રહી છે ત્યારે નિરવ એ સંચાલકોને જણાવ્યું કે, હું અહીં નોકરી નહીં કરું અને મને ભારત પરત જવું છે. જ્યારે નીરવ સંચાલકોને કહ્યું કે ભારત પરત જવું છે તે વાત સાંભળીને કંપનીના સંચાલકોએ નીરવ સહિત તેની સાથે રહેતી અન્ય યુવતીઓને પણ યાંગોન શહેરમાં ગોંધી રાખ્યા.
ત્યાર બાદ નીરવે સમગ્ર ઘટના વિષે તેના પરિવારને જાણ કરી હતી. આ ફ્રોડ કંપનીએ નીરવને ભારત પરત મોકલવા માટે 50,000 ડોલરની ખંડણી માંગી હતી. ત્યાર બાદ તેણે અંતે સંબંધી ભાણવડના ઉદ્યોગપતિ રમેશ રાવલિયાના સંપર્કમાં રહી 20,000 ડોલર આપવાની ખાતરી આપી હતી.
નીરવને કહેવામાં આવ્યું હતું કે, કોમ્પ્યુટર પર બેસી ડેટા એન્ટ્રી કરવા માટે 1000 ડોલર પગાર આપવામાં આવશે. સાથે એમ પણ કહ્યું હતું કે જમવાનો ખર્ચ કંપની ભોગવશે. ત્યાં પહોચ્યા બાદ એક દિવસની પાંચ ફ્રોડની એન્ટ્રી ન કરે તો તેમને ખુબ જ માર મારવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.