ગુજરાત(Gujarat): કેનેડા(Canada)થી ગેરકાયદેસર રીતે અમેરિકા(America)માં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. મહત્વનું છે કે, મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય પણ શામેલ હતો. હવે કેનેડા પોલીસ(Canada Police) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આ પરિવાર ગુજરાતના મહેસાણા(Mehsana) જિલ્લાના એક ગામનો હતો. મૃતક પરિવારમાં પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસને ગુરુવારના રોજ ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળી આવ્યા હતા.
અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી મારી ગઈ હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા છે. 4 ભારતીય સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ શામેલ હતું.
મહત્વનું છે કે, ગુજરાતીઓની વિદેશ જવાનો મોહ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મોતથયા છે. મહેસાણા જિલ્લાના 4 લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ દોરી ગઈ હતી. વિજાપુરના ડાભલા માણેકપુર ગામના 4 લોકોના મોત થયા છે. જાણવા મળ્યું છે કે, મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે હેલિકોપ્ટરથી સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે જેમની બોટ છે તે વ્યકિત તો ગૂમ છે. તેની શોધખોળ ચાલી રહી છે અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારના રોજ રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે બોટ ખુબ જ નાની હતી. આવી સ્થિતિમાં ભારે વરસાદ અને પવનને કારણે બોટ પલટી ગઈ હોય તેવી શકયતા સેવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.